મંગળવાર અને તા.14મી જાન્યુઆરીના રાત્રિ ના 02.09 મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે 15 ની રાત્રે 2.09 કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.15મી જાન્યુઆરી, 2020, બુધવારના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેશે.

મકર સંક્રાંતિ કુંડળી અને તેના ગુણધર્મની ચર્ચા કરીએ તો, સંક્રાંતિનું વાહન ગધેડું છે, ઉપવાહન ઘેટું છે, ગુલાબી વસ્ત્ર ધારણ કર્યા છે, ચંદનનું તિલક છે, તરુણ અવસ્થા છે, હીરાના આભૂષણ છે, કાંસાનું પાત્ર છે અને દંડનું આયુધ છે તથા પશ્ચિમ દિશામાં જાય છે જે પશ્ચિમના દેશો માટે ચિંતા સૂચવે છે.

મકર સંક્રાંતિની કુંડળીમાં તુલા લગ્ન ઉદિત થાય છે વળી લગ્નેશ શુક્ર પંચમ ભાવમાં છે જે કુંડળીને મજબૂત બનાવે છે અને સૂર્ય સાથે બુધ હોવાથી બુધાદિત્ય યોગ થાય છે તે પણ આગામી વર્ષ માટે સારું સૂચન કરે છે પરંતુ બીજે વૃશ્ચિકનો મંગલ અને ત્રીજે શનિ-કેતુ-ગુરુ અને પ્લુટોની યુતિ 2020ના વર્ષને મહત્વનું વર્ષ બનાવે છે વળી આ વર્ષે સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાથી લઇને બે દેશો વચ્ચે તંગદિલી જેવા અનેક બનાવોનો સામનો કરવો પડશે. વર્ષ 2020 ઘણીરીતે નોંધપાત્ર રહેવાનું છે.

મકર સંક્રાંતિ પર પુણ્ય કાળમાં "ૐ રિમ સૂર્યાય નમઃ" મંત્રની 11 માળા કરવા થી સૂર્યની સારી ઉર્જા પ્રાપ્ત થાય છે, આ ઉપરાંત કઈ રાશિએ શું દાન કરવું અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો તે અત્રે જાણવું છું.


મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકોએ ગુલાબી વસ્ત્ર, ગાયનું ઘી, શેરડી, ગોળ ,સુવર્ણ, મસૂર, કાળા તલ, સાબુદાણા, સુખડીનું દાન કરવું. પાણીમાં લાલ ફૂલ, કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.

વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, તાજા ફળ, ચાંદી, સફેદ તલ, વાલ, અખરોટ, ચંદન-સુખડનું દાન કરવું. પાણીમાં સફેદ ફૂલ, સાકાર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકોએ લીલું વસ્ત્ર, મગ, ઘાસચારો, શાકભાજી,શેરડી,કાળા તલ, ફટકડી, તાંબાના વાસણ, મહેંદી, બદામનું દાન કરવું. પાણીમાં દુર્વા,ગંગાજળ અને મગ પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


કર્ક (ડ,હ) : કર્ક રાશિના જાતકોએ સફેદ કે ક્રીમ વસ્ત્ર, ચાંદી, ચાંદીના વાસણ, આમળા, કાજુ, તાજા ફળ, મોતી, મોતીના આભૂષણ, દૂધ, દહીં, ઘી સફેદ તલ, ચોખાનું દાન કરવું. પાણીમાં સફેદ ફૂલ,કંકુ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


સિંહ (મ,ટ) : સિંહ રાશિના જાતકોએ તાજા ફળ, નારંગી વસ્ત્ર,સુવર્ણ, મકાઈ, મરચા, પિસ્તા, ઘઉં, સુખડી, ગોળ, શેરડી સફેદ તલ, સૂર્ય પ્રતિમાનું દાન કરવું.પાણીમાં સૂર્યમુખી ફૂલ,ગોળ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


કન્યા (પ ,ઠ ,ણ ): કન્યા રાશિના જાતકોએ લીલું વસ્ત્ર ,મગ, ઘાસચારો, શાકભાજી, શેરડી, કાળા તલ, ફટકડી, તાંબાના વાસણ, મહેંદી, બદામ,ચણોઠીનું દાન કરવું.પાણીમાં દહીં,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


તુલા (ર,ત) : તુલા રાશિના જાતકોએ ક્રીમ, સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં, બદામ, ફળ, ચાંદી, સફેદ તલ, વાલ, અખરોટ, ચંદન-સુખડ,હીરાનું દાન કરવું.પાણીમાં દૂધ,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


વૃશ્ચિક (ન ,ય) : વૃશ્ચિક રાશિના જાતકો એ લાલ કે ગુલાબી વસ્ત્ર,ગાયનું ઘી, શેરડી, ગોળ, સુવર્ણ, મસૂર,કાળા તલ,સાબુદાણા ,સુખડીનું દાન કરવું.પાણીમાં લાલ ફૂલ, કંકુ, ગોળ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : ધન રાશિના જાતકો એ પીળું વસ્ત્ર,સુવર્ણ, વિદ્યાર્થી ને નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ, શેરડી, ચણા, ચણાની વસ્તુઓ, તાજા ફળ, શ્રીફળ, દેવની પ્રતિમા, તુલસી માલાનું દાન કરવું.પાણીમાં પીળા ફૂલ,હળદર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


મકર (ખ ,જ ) : મકર રાશિના જાતકોએ કાળું કે ડાર્ક કલરનું વસ્ત્ર, કાળા તલ, અડદ, સ્ટીલના વાસણ, કાળી દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, તલનું તેલ, ફાનસનું દાન કરવું.પાણીમાં મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


કુંભ (ગ ,સ,શ ) : કુમ્ભ રાશિના જાતકોએ કાળું કે ડાર્ક કલરનું વસ્ત્ર, કાળા તલ, અડદ, સ્ટીલના વાસણ, કાળી દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, તલનું તેલ, પથારીનું દાન કરવું. પાણીમાં ઘી,સાકાર અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.


મીન (દ ,ચ ,ઝ ,થ) : મીન રાશિના જાતકોએ પીળું વસ્ત્ર, સુવર્ણ, વિદ્યાર્થીને નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ, શેરડી,ચણા, ચણાની વસ્તુઓ, તાજા ફળ, શ્રીફળ, દેવની પ્રતિમા, ધાર્મિક પુસ્તકનું દાન કરવું.પાણીમાં પીળું ફૂલ,હળદર ,મધ અને ચોખા પધરાવી સૂર્યને અર્ધ્ય આપવો.

સૌજન્ય- દિવ્યભાસ્કર
(માહિત : જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી)

మరింత సమాచారం తెలుసుకోండి: