બૉલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન તો અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બને તો તે સામાન્ય વાત છે પણ આજકાલ શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન સોશિયલ મીડિયામાં ચર્ચાતી રહે છે. થોડા દિવસ પહેલા જ સુહાના બૉલિવૂડમાં એન્ટ્રી  કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે તેના એક ફોટોએ તેને ફિમેલ શાહરૂખ ખાનનું ટેગ અપાવી દીધું છે.                                                   
        
સુહાનાએ ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ડ્રેસમાં એક ફોટો શેર કર્યો હતો જેમાં તે કોઇ ડાન્સ સ્ટેપ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટોમાં સુહાના એસ.આર.કે જેવી લાગી રહી છે આથી અનેક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક લોકો સુહાનાને શાહરૂખ ખાનની જુડવા કહી રહ્યાં છે તો કેટલાક લોકો તેને વીગ વાળો શાહરૂખ ખાન પણ કહી રહ્યાં છે. કેટલાક લોકોએ તો આનાથી પણ ભયંકર કમેન્ટ કરતાં કહ્યું છે કે આ છોકરી જેવી લાગતી જ નથી રહી, પુરુષ લાગી રહી છે. તો અન્ય એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે બિહામણું... લેડી એસ.આર.કે.. કોઇ મને કહે કે આ અહીંયા શા માટે છે.                                         


మరింత సమాచారం తెలుసుకోండి: