આગામી દિવસોમાં લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમમાં બૉલિવૂડ એક્ટર રણવીર સિંહનું વેક્સ સ્ટેચ્યુ જોવા મળશે. બુધવારે મુંબઇમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં રણવીરે આ અંગેની 
જાહેરાત કરી હતી. મહત્વનું છે આ મ્યુઝીયમમાં દિપીકા પાદુકોણનું વેક્સ સ્ટેચ્યુ ઘણા લાંબા સમયથી મુકવામાં આવ્યું છે અને હવે થોડા સમયમાં રણવીર સિંહનું સ્ટેચ્યુ પણ આ જ  મ્યુઝીયમમાં જોવા મળશે. 

આ એવોર્ડ ફંક્શનમાં દિપીકાના સ્ટેચ્યુનો ઉલ્લેખ કરતાં રણવીરે કહ્યું કે મારી સાસુ કહેતી હતી કે તમારે પણ મહેનત કરવી પડશે. અમે તમારું પણ પુતળું ત્યાં જોવા ઇચ્છીએ છીએ. મમ્મી, હવે લંડન જઇ રહ્યો છું. હું તમને લંડનમાં મળીશ. હું એ પણ કહેવા માંગુ છું કે મારી પત્નીનું સ્ટેચ્યુ ખૂબ જ સેક્સી છે. મારે કહેવું જ પડશે કે દિપીકા પરફેક્શનિસ્ટ છે એટલે જ પોતાના સ્ટેચ્યુ બનાવવામાં નાનામાં નાની વસ્તુ પર ખૂબ જ ધ્યાન આપ્યું હતું. હું પણ થોડા જ સમયમાં મારા પોશ્ચર અને કોશ્ચ્યુમ સિલેક્શન માટે લંડન જવાનો છું. અમારા માટે ખુશીની વાત છે કે લંડનના તુષાદ મ્યુઝીયમમાં પણ અમે પતિ પત્ની સાથે રહી શકીશું.

ઉલ્લેખનીય છે કે દિપીકા અને રણવીર બૉલીવૂડનું પોપ્યુલર સેલિબ્રિટી કપલ છે જેઓ રામલીલા, પદ્માવત, બાજીરાવ મસ્તાની અને ફાઇંડિંગ ફેની જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતાં અને હવે તેઓ કપીલ દેવના જીવન પર આધારિત ફિલ્મ 83માં સાથે જોવા મળશે




మరింత సమాచారం తెలుసుకోండి: