બૉલિવૂડની ફિટનેસ દીવા શિલ્પા શેટ્ટી કુન્દ્રા અત્યારે દુબઇમાં વેકેશન માણી રહી છે ત્યારે આ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ શિલ્પાના અનેક ફેન્સ તેનાથી નારાજ થઇ ગયા હતાં. તેના કેટલાક ફેન્સએ તેની આકરી જાટકણી કાઢી છે.

એક્ચ્યુલી શિલ્પા એક રેસ્ટોરામાં ડિનર કરવા ગઇ હતી જ્યાં કેટલાક લોકો ડાન્સ કરી રહ્યાં હતાં જેના પગ પાસે કેટલાક લોકો ડિશ તોડી રહ્યાં હતાં. શિલ્પા પણ આ વિડીયોમાં પ્લેટ તોડતી જોવા મળી હતી. વિડિયા સાથે શિલ્પાએ કેપ્શનમાં લખ્યું છે કે પ્લેટ તોડો અને સફાઇથી બચો. કાલેરાત્રે ખૂબ જ મજા આવી પ્લેટ ફેંકીને બધી જ નકારાત્મકતાને દૂર કરવી અને સાથે ડાંસ કરવો આ ખૂબ જ સુંદર કોન્સેપ્ટ છે.. આ કમેન્ટ પછી અનેક યુઝર્સે તેના પર ગુસ્સો કરવાનો શરૂ કર્યો હતો સાથે જ તેની આ હરકતને પૈસાનો વ્યય ગણાવ્યો હતો. એક યૂઝરે તો ત્યાં સુધી કહી દીધું કે શિલ્પાનો આ વ્યવહાર બેદરકારી ભર્યો છે. હું ખૂબ જ નિરાશ થયો છું અને કોણે કહ્યું કે પ્લેટ તોડવાથી નકારાત્મકતા ઓછી થાય છે. કેટલાક લોકોએ તો શિલ્પાને ત્યાં સુધી કહી દીધું કે આ પ્લેટ્સ તમે કોઇ ગરીબ વ્યક્તિને પણ આપી શક્યા હોત.  


మరింత సమాచారం తెలుసుకోండి: