બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ગત કેટલાક સમયથી તેની ફિલ્મોને લઇને ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ એક એડને લઇને તેની પરેશાની વધી ગઇ છે. અક્ષ કુમારે એક ડિટરજન્ટ પાવડરની એડમાં જોવા મળ્યો છે જેમાં તે મરાઠા યોદ્ધાના રોલમાં જોવા મળ્યા અને આ દરમિયાન તે અજીબ ડાન્સ કરી યોદ્ધાઓની મજાક ઉડાવતા નજરે પડી રહ્યો છે. જેના લીધે મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેષ પહોંચતા ફરિયાદ થઇ છે. 

અક્ષયની આ એડને લઇને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મુંબઇના વર્લી પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેષ પહોંચાડવાને લઇને આ ડિટરજન્ટ બ્રાન્ડ અને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ એડ માટે આખી ટીમ પેશનાઇ આઉટફિટમાં નજરે પડી રહ્યા છે. જાણકારી મૂજબ હવે કેસ નોંધવા પર અક્ષય અને બ્રાન્ડના જવાબની રાહ જોઇ રહ્યા છે. જણાવી દઇએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં અક્ષયે તેની આ એડની તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર લોકો કંપનીને અને અક્ષય કુમારને વખોડી રહ્યા છે. આ એડ બાદ ટ્વિટર પર #BoycottNirma હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. 

હાલ અક્ષયની  ફિલ્મ ગૂડ ન્યૂઝ રિલીઝ થઇ છે. જેમા કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની સાથે નજરે પડ્યા હતા. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી છે અને બોક્સઓફિસ પર સારી કમાણી કરવામાં કામયાબ રહી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: