બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રણવીર સિંહ તેના અભિયન સાથે જ પોતાના પહેરવેશને લઈને વધારે ચર્ચિત છે. રણવીરના કપડા હંમેશા ચિત્ર-વિચિત હોય છે. જોકે તે કંઈ નવુ કરવામાં સહેજ પણ ખચકાતો નથી. સાથે જ તે એડવેન્ચર પણ કરતો રહે છે.

તાજેતરમાં રણવીર સિંહ એક વીડિયોને લઈને ચર્ચામાં છે જેમાં તે એક પુરૂષને જ ચુંબન કરી રહ્યો છે. તે ’83’ના કો-સ્ટાર જતિન સરનાને કિસ કરી રહ્યો છે.
જ્યારે ’83’ની ટીમ બસમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે રણવીર પોતાના કો-સ્ટાર્સની સાથે મસ્તી કરવામાં વ્યસ્ત હતો. જોત જોતામાં મામલો જોરદાર રમુજી બની ગયો હતો. સૌથી મજેદાર વાત તે છે કે રણવીરે પોતાના કો સ્ટાર જતિન સરનાને કિસ કરી લીધી હતી. કિસ કર્યા બાદ રણવીર કહે છે કે, તારી ભાઈ લાઇવ પર છે, જોઈ રહી છે શું થઈ રહ્યું છે.  તે પોતાની પત્ની દીપિકા વિશે વાત કરી રહ્યો હતો.

ફિલ્મ 83ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આ ફિલ્મ ઈન્ડિયન ક્રિકેટ ટીમની 1983માં થયેલી ઐતિહાસિક વિશ્વ કપ જીત પર આધારિત છે. ટીમના કેપ્ટન કપિલ દેવ હતા. રણવીર કપિલના રોલમાં જોવા મળશે. તો તેની રીયલ લાઇફ વાઇફ દીપિકા પાદુકોણ તેની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં જોવા મળશે, જીવા શ્રીકાંત, સાકિબ સલીમ મોહિન્દર અમરનાથ, જતિન સરના યશપાલ શર્માના, ચિરાગ પાટિલ સંદીપ પાટિલ, દિનકર શર્મા કીર્તિ આઝાદ અને નિશાંત દહિયા રોજર બિન્નાના રોલમાં જોવા મળશે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: