એક્ટ્રેસ તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. કારણ કે, આજે રિલીઝ થવા જઇ રહેલ આ ફિલ્મને લઇ સોશિયલ મીડિયામાં થપ્પડને બાયકોટ કરવાની વાત ખુબ વાયુવેગે ફેલાઇ રહી છે અને #BoycottThappad ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. માનવામાં આવે છે કે JNUમાં થયેલી હિંસાના વિરોધમાં મુંબઈમાં દેખાવો કરવામાં આવ્યો હતો અને આમાં તાપસીએ ભાગ લીધો હતો. આ વાતને કારણે તાપસીની ફિલ્મનો હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાપસીની ‘થપ્પડ’ ડોમેસ્ટિક વાયોલન્સ પર આધારિત છે.

 

એક યુઝરે કહ્યું હતું, ફિલ્મના નિર્માતા-ડિરેક્ટર અભિનવ સિંહા તથા એક્ટ્રેસ તાપસી અર્બન નક્સલ છે. બંને આપણાં લોકતંત્ર દ્વારા પસંદ કરાયેલા પીએમ તથા ગૃહમંત્રીને રાત-દિવસ અપમાનિત કરે છે. ‘થપ્પડ’ ફિલ્મને થપ્પડ મારી દેવી જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું હતું, પહેલાં દીપિકા અને હવે તાપસી. બોલિવૂડને પુર્નરાવર્તન કર્યું છે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાષ્ટ્રીય મુદ્દાઓનો ઉપયોગ કર્યો છે. તેમણે આ મુદ્દાની સંવેદનશીલતાને સમજવી જોઈએ.

 

સોશિયલ મીડિયામાં એન્ટિ સીએએ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી તાપસીની તસવીરો શેર કરીને ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર ગણા લોકોએ થપ્પડનું પોસ્ટર શેર કરીને લખ્યું કે, અમે ‘એન્ટી સીએએ પ્રોટેસ્ટ’માં ભાગ લેનારા લોકોની સાથે નથી. અમે આવા સ્ટાર્સની ફિલ્મોનો વિરોધ ચાલુ રાખીશું.

 

ઉલ્લેખનિય છેકે ‘છપાક’ રિલીઝ થાય તે પહેલાં દીપિકા પાદુકોણ JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માં ગઈ હતી અને અહીંયા તે થોડો સમય રહી હતી. ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ CAA તથા NRCનો વિરોધ કર્યો છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: