અજય દેવગનની સત્ય ઘટના પર બનેલી ફિલ્મ રેડનો પાર્ટ 2 એટલે કે  ‘રેડ 2’માં અજય ફરીવાર જોવા મળશે. ઓરિજિનલ ફિલ્મ ‘રેડ’માં અજયે અમય પટનાયકની ભૂમિકા ભજવી હતી. 

 

માહિતી મુજબ ‘રેડ’ની ફ્રેન્ચાઈઝીમાં ઈન્ટેલિજન્સ એજન્સીના એવા હીરોની વાત કરવામાં આવશે, જે વ્હાઈટ કોલર ક્રાઈમને ખુલ્લા પાડે છે. ‘રેડ 2’માં એવા વ્યક્તિની વાત હશે, જે યુનિફોર્મ પહેરતો નથી પણ દેશ માટે કામ કરે છે. 

 

ટી-સીરિઝના ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘રેડ 2’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કો-પ્રોડ્યૂસર શુશાને કહ્યું હતુ કે આ એક મોટી મલ્ટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી છે. તે, અજય તથા કુમાર મંગત આ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યાં છે. ઓરિજિનલ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. તેથી જ તેમની જવાબદારી છે કે સીક્વલ પણ ચાહકોને પસંદ આવે. ‘તાન્હાજી’ની સફળતા બાદ લોકોની અપેક્ષાને પૂરું કરવાનું પ્રેશર છે. 

 

‘રેડ’માં અજય દેવગનની પત્નીનો રોલ ઈલેના ડીક્રૂઝે કર્યો હતો. સૌરભ શુક્લાએ ભ્રષ્ટાચારી રાજકારણીનો રોલ ભજવ્યો હતો. 80ના દાયકા પર આધારિત આ ફિલ્મમાં અજય સેન્ટ્રલ રોલમાં હતો. 

 

આ વર્ષે અજયની 100મી ફિલ્મ ‘તાન્હાજી’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાજોલે સાવિત્રીબાઈનો રોલ અને સૈફ અલી ખાને ઉદય ભાણનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મે 279 કરોડની કમાણી કરી હતી. 

మరింత సమాచారం తెలుసుకోండి: