ગુજરાતના જાણીતા લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. 29 એપ્રિલ મોડી રાતે બે વાગ્યાની આસપાસ તેમને પોતાના છેલ્લા શ્વાસ લીધા હતાં. ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. લેખિકાની લોકપ્રિય નવલિકાઓ પ્રેમનાં આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઇશું તમને, કાગળની હોડી, મનુષ્ય થવું છે. આ સાથે તેમની નવલકથાની વાત કરીએ તો પરોઢ થતાં પહેલા, અગનપિપાસા, સાત પગલાં આકાશમાં છે.


કુંદનિકા કાપડિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. કુંદનિકા કાપડિયા 1955 થી 1957 સુધી ‘યાત્રિક’ અને 1962 થી 1980 સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચૂક્યા હતા. 1987માં મકરંદ દવે તેમના પત્ની કુંદનિકા કાપડિયા સાથે વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી. તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા.

 

કુંદનિકા કાપડિયાએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે 1948માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ‘એન્ટાયર પોલિટીક્સ’ સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેમણે મકરંદ દવે સાથે વલસાડ પાસે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ 1955થી 1957 સુધી ‘યાત્રિક’ અને 1962 થી 1980 સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચુક્યા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: