આપણો દેશ વિક્સિત દેશ બને તેવી સામાન્ય વર્ગ ના માણસ થી સરકાર સુધી સૌ કોઈ ની અપેક્ષા હોય છે.દેશ ના અમુક અસંતોષી વર્ગના લોકોને એક જ ઢાંચામાં જીવવાની આદત પડી ગઈ હોઈ તેમ તેમને કોઈ સારા પરિવર્તન સ્વીકાર્ય નથી હોતા કે જે ખરેખર તેમનાજ હિતમાં જ હોય છે. આજ કાલ વધારે ચર્ચિત એવા માર્ગ સુરક્ષા - ટ્રાફિક સુરક્ષા ના નિયમો ઉપર આપનું ધ્યાન દોરવા માંગુ છું.

માર્ગ પર ટ્રાફિકને નિયંત્રિત કરવાના કાયદા, મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ પૂરા પાડવામાં આવ્યા છે, જે ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલ એક અધિનિયમ છે, જે 1 જુલાઇ, 1989 થી અમલમાં આવ્યો હતો અને તે આખા ભારતને લાગુ પડે છે, જોકે ટ્રાફિક કાયદાના નિયમો, ઉલ્લંઘનોની ખોટ છે અને અકસ્માતો વાસ્તવિકતાને સ્પષ્ટ કરે છે.

એક ઉદાહરણ આપીને વાત કરું તો દેશ જયારે આઝાદ થયો ત્યારે આપણા દેશવાસીઓ પાસેના વાહનોની સંખ્યા નહિવત હતી અને આજે જયારે આઝાદ ભારત ના સ્વતંત્રતાના 72 વર્ષ બાદ જયારે વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે દેશના લોકોની સુરક્ષાની એક મોટી જવાબદારી સરકાર ઉપર આવી ગઈ છે જે આજે એક વિકટ યક્ષ પ્રશ્ન બની રહી છે.

1 સપ્ટેમ્બરથી મોટર વાહનો (સુધારો) અધિનિયમ, 2019 લાગુ કર્યા પછી, ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહન ચાલકે ની પાસે થી મોટો દંડ વસુલવામાં આવશે એવી જાહેરાત બાદ વાહન ચાલકો ઉંઘતા ઝડપાયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઈ છે.રોડ પર ચાલતા વાહનોના પી.યુ. સી,વાહનોનો વીમો તેમજ વાહન ચલાવતા સમયે ટુ વ્હીલર ચાલકપાસે હેલ્મેટ નથી , ફોર વ્હીલર ચાલક શીટ બેલ્ટ નથી બાંધતા આવા સમયે અક્સમાત થવાની સંભાવના ખુબજ વધી જાય છે તેને રોકવા અને લોકો ની સલામતી માટે જ અમલમાં મુકવા માટેની જોગવાય કરવામાં આવી છે.

ટ્રાફિક ના નિયમો ના ઉલ્લઘન સમયે લોકો જાત જાત ના બહાના બતાવે છે સરકાર અમને સગવડ નથી આપી રહી ને મોટો દંડ વસુલવાની વાત કરે છે. જો કે સરકાર અને જનતા પોતાના સ્થાનો પર સાચી છે પણ શું એવું કેહવું કેટલી હદે યોગ્ય છે કે અમે ત્યારેજ દંડ ભરીશું જયારે અમને યોગ્ય સગવડ મળશે.

એક નાના ઘર ની વાત કરી એ તો તેમાં પણ વખતો વખત જયારે ઘર નો મોભી વ્યક્તિ જરૂરી સગવડ આપી નથી શકતો તો શું ઘર ના સભ્ય તેમની વિરુદ્ધમાં જાય છે નહિ ને તો જયારે આપણે એક દેશ એક કુટુંબ ની ભાવનાની સાથે પ્રગતિ કરતા હોઈએ ત્યારે આપણા સૌ ની એ ફરજ છે કે જેવી રીતે સરકારે જનતા ને સમય આપ્યો છે તેવી રીતે આપણે પણ તેમને સમય સાથે સહકાર આપવો જોઈએ એવું નથી લાગતું?

આ નિયમો ના અમલથી માર્ગ અકસ્માત તથા ટ્રાફિક ની સમસ્યા માંથી મુક્તિ મળશે. કોઈ અક્સમાત ને જોઈ ને આપણે તેના પ્રત્યે દિલગીરી વ્યકત કરીએ છીએ અને તે સમયે આપણને આ નિયમો યોગ્ય લાગે છે તો આપણે તે સમય ની રાહ જોઈ રહ્યા છો જયારે એવી દુર્ઘટના ભગવાન ના કરે આપણી સાથે ઘટિત થાય.એક સર્વે મુજબ દર કલાકે 17 લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામે છે.આ મૃતકો ની સંખ્યામાં ઘટાડો થાય તેવું એક દેશના નાગરિક તરીકે આપણી અપેક્ષા હોવી જોઈએ કે નહિ ?. શું આપણે તે 17 માં ક્રમના વ્યક્તિ બનવાની રાહ જોઈ રહ્યા છે.

20 થી 100 રૂપિયા નું પી યુ સી નહિ કરાવનાર વાહન જયારે વાતાવરણ માં પ્રદુષણ ફેલાવશે ત્યારે આપણા અને આપણા ભવિષ્ય ની પેઢી માટે યોગ્ય હશે?હેલ્મેટ નહી પહેરવાથી અકસ્માતમાં માથાના ભાગે લાગતી ગંભીર ચોટ શું એ 500 કે 1000 રૂપિયા કરતા સસ્તી લાગે છે.વાહન ચલાવતા અચાનક બ્રેક મારવાની જરૂરિયાત ઉભી થાય ને તે સમયે જો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય ને આપણા સ્નેહી જનનું મૃત્યુ આપણી આખો સમક્ષ જોવાની હિંમત હશે ? અકસ્માતમાં પરિવાર નું પોષણ કરનાર વ્યક્તિના મૃત્યુ પામેલા પરિવાર ની દયનિય પરિસ્થિતિ ની કલ્પના કરશો તો આ ટ્રાફિક ના નવા નિયમો તમને અને મને યોગ્ય જ લાગશે જો કે સરકાર તે પરિવાર ને રોકડ મદદ આપશે પરંતુ શું આપના બાળક ને પિતા નો પ્રેમ ,આપની પત્ની ને પતિની હયાતીમાં સુરક્ષા નો ભાવ થાય તેવો ભાવ , આપની બહેનને ભાઈ નો પ્રેમ ,આપના માતા પિતાને વૃદ્ધાવસ્થાના સમયનો સહારો આપી શકશે ? આપણી જાગૃતત્તા જ આપણને સમુદ્ધ અને સુરક્ષિત બનાવશે .

મને લાગે છે કે આપ મારા કરતા પણ વધુ સમજદાર છો અને તમે યોગ્ય અને અયોગ્યનો ભેદ સારી રીતે સમજવામાં સક્ષમ છો અને સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલા નવા ટ્રાફિક ના નિયમો ને આવકારશો અને તેને અપનાવી ને આપના પરિવાર અને દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા માં આપનો સહકાર આપશો તેવી અપેક્ષા રાખું છું.

“ટ્રાફિક ના નિયમો પાળો અકસ્માત ને ટાળો”


మరింత సమాచారం తెలుసుకోండి: