એક તરફ બિહારના મોટા ભાગના જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ આકાશી આફતે 15 લોકોના જીવ લીધા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બિહારના કૈમૂર જિલ્લામાં વીજળી પડતાં 4 જ્યારે મોતિહારી જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત બરારી થાના વિસ્તારમાં એક અને ગયામાં પણ એક ખેતમજૂરનું મોત નિપજ્યું છે.  આ ઉપરાંત અરવલ, જહાનાબાદ, વિંદવલિયા, ભડકુરવા જેવા વિસ્તારોમાં પણ મૃત્યુની ઘટનાઓ સામે આવી છે.                        

મંગળવારે બપોર પછી બિહારના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ દરમ્યાન અનેક જગ્યાએથી વીજળી પડવાની અને લોકોના મૃત્યુ થવાના સમાચાર સામે આવવા લાગ્યા હતાં. મહત્વનું છે કે હવામાન વિભાગે અગાઉથી જ બિહાર, ઝારખંડ અને ઓડીસામાં ભારે વરસાદની આગાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે યૂપી બિહાર અને નોર્થ ઇસ્ટના લોકો માટે આ વરસાદ કાળ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લખનવ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે 15 થી વધારે લોકો અને 23 પ્રાણીઓના મોત થયા છે જ્યારે 133થી વધારે મકાન ક્ષતિગ્રસ્ત થયા છે.                                                                                              

                    

మరింత సమాచారం తెలుసుకోండి: