વર્તમાન સમયમાં ભારત સરકારની વિદેશ-નીતિ તેમ જ સરંક્ષણ નીતિ માં ધરખમ ફેર-ફાર થયેલ છે, વર્તમાન સમયની એક ખુબ જ લોક-પ્રિય દેશ-ભક્તિ પર આધારિત હિન્દી ફિલ્મ “ ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઈક” નો એક ડાયલોગ છે, ““ યહ નયા ભારત હૈ, યહ આતંકવાદીઓ કે ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી” ”, ખરેખર આ ડાયલોગ એ વર્તમાન ભારત સરકારની આક્રમક વિદેશ-નીતિ તેમ જ સરંક્ષણ નીતિનું પ્રતિબિંબ છે.


આ સમગ્ર પરિવર્તન તેમ જ પરિસ્થિતિને સમજવા માટે આપણે ૧૯૮૦ તેમ જ ૧૯૯૦ ના દાયકામાં ભૂતકાળમાં જવું પડશે, તે સમય દરમ્યાન થયેલ ધટનાઓ તેમ જ તેનાં પ્રત્યઘાત સ્વરૂપે નિર્માણ પામેલ પરિસ્થિતિને સમજવી પડશે, તે માટે સૌ પ્રથમ આપણે તેના વિષે માહિતગાર થવું પડશે,
૧૯૮૦-૧૯૯૦ના સમય-ગાળા દરમ્યાન પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI દ્વારા લશ્કરી તાલીમ પામેલા અને પાકિસ્તાની સૈન્ય તેમ જ પાકિસ્તાની સરકાર નું પીઠબળ ધરાવતા “આતંકવાદીઓને કાશ્મીર તેમ જ સમગ્ર ભારતમાં અલ્લાહના નામે “જેહાદ”ના બહાના હેઠળ કાશ્મીરના નિર્દોષ યુવાનોને ગેર-માર્ગે દોરીને ””આતંકવાદ ફેલાવવાની શરૂઆત કરવામાં આવી. સમગ્ર કાશ્મીરી પ્રજાના મનમાં


ભારત અને ભારતીય સેના વિરુદ્ધ દુષ-પ્રચાર કરીને ભારત અને ભારતીયો પ્રત્યે નફરતના બીજ વાવવામાં આવ્યા. માત્ર કાશ્મીરમાં જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં ભારત વિરોધી પ્રવૃતીઓ કરવા યુવાનોને ઉશ્કેરવામાં આવ્યા, સમગ્ર ભારતમાં અશાંતિ ફેલાવવા માટે અને ભારતમાં આતંકવાદ ફેલાવવા અને બોમ્બ-વિસ્ફોટ તેમ જ વિનાશક હથિયારો તૈયાર કરવા માટે સીમા પાર થી એટલે કે પાકિસ્તાનથી ભરપુર સહાય મળવા લાગી.અત્યાર સુધીમાં ભારતની પ્રજાએ કેટલાય આતંકવાદી હુમલાઓ અને ફિદાયીન હુમલાઓ સહન કરેલા છે,jજે પરિસ્થિતિ આજે પણ યથાવત છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૩માં. મુંબઈના અલગ-અલગ ૧૨ સ્થળ પર આતંકવાદીઓ દ્વારા વિવિધ બોમ્બ-વિસ્ફોટ કરવામાં આવેલ, જેમાં ૨૫૦ થી પણ વધુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યાર બાદ ઈ.સ. ૧૯૯૯માં પાકિસ્તાન પ્રેરિત જેહાદીઓ (આતંકવાદીઓ) દ્વારા પાકિસ્તાની લશ્કરના સહયોગથી જમ્મુ=કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં ટાઇગર હિલ પર હુમલો કરવામાં આવેલ, જેમાં દુર્ગમ પહાડીઓ પરથી ભારતીય સેના પર હુમલો કરવામાં આવેલ, પરંતુ હમેશની જેમ ભારતીય સેનાએ ખુબ જ બહાદુરીપૂર્વક લડીને પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને ટાઇગર હિલ પરથી ખદેડીને વિજય પ્રાપ્ત કરેલ, આ યુદ્ધમાં ભારતીય સેનાના ૯૮૦ જવાનો શહીદી પામેલા અને ૨૦૨૮ જેટલા સૈનિકો ઘાયલ થયા હતા.


આવતા અંકમાં આપણે જાણીશું કેવી રીતે ભારતીય સરકાર અને સેનાના દેશના દુશ્મનો પ્રત્યેનું વલણ પરિવર્તન પામેલ ?
૨૪ ડીસેમ્બર ૧૯૯૯નાં રોજ ઇન્ડીયન એરલાઈન્સ ની ફ્લાઈટ ના ૮૧૪ કે જે IC 814 તરીકે ઓળખાતી હતી તેનું અપહરણ હરકત-ઉલ-મુજાહિદ્દીન ના
આતંકવાદીઓ દ્વારા અફઘાનીસ્તાનની રાજધાની કંધારના એરપોર્ટ પર કરવામાં આવ્યું. આ આતંકવાદીને પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI નો ભરપુર સહયોગ મળેલ હતો. ૧૫૨ થી પણ વધુ લોકો આ દર્દનાક અને ભયંકર દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
૧૩ ડીસેમ્બર ૨૦૦૧ ના રોજ આતંકવાદીઓ દ્વારા નવી દિલ્હીમાં ભારતના સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ૦૫ આતંકવાદીઓ સહીત કુલ ૧૪ લોકોના મોત થયા હતા. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠન “̋લશ્કર-એ- તૈયબા ̏ અને ̋જૈશ-એ-મોહમ્મદ ̏ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો.


૨૬ નવેમ્બર ૨૦૦૮ નાં રોજ પાકિસ્તાનથી આવેલ ૧૦ આતંકવાદીઓએ સમુદ્દ્ર માર્ગે મુંબઈમાં ઘૂસીને મુંબઈના અલગ-અલગ સ્થળો પર આડેઘડ ગોળીબારી તેમજ બોમ્બ-વિસ્ફોટ કરીને ૨૫૦થી પણ વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ઉપરોક્ત તમામ ઘટનાઓમાં કોઈ પણ ભારતીય સરકાર દ્વારા આતંકવાદી વિરુદ્ધ કોઈ કડક પગલા લેવામાં આવેલ ન હતા, તેમ જ તમામ ઘટનાઓના પ્રતીસાદ રૂપે ભારતીય સરકારનું વલણ ખુબ જ નરમ અને નિરાશાજનક હતું.
પરંતુ, ૨૦૧૪મા જયારે શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ, ભારત સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ̎ ઝીરો ટોલરન્સ પોલીસી ” ની નીતિ અપનાવી છે,
૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ નાં રોજ આધુનિક હથિયારોથી સજ્જ ૪ પાકિસ્તાનથી આવેલ આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં વહેલી પરોઢે સૈન્યના કેમ્પમાં નીંદરમાં રહેલ ૧૯ ભારતીય સૈનિકો પર હુમલો કરીને તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ભારતીય સરકાર અને ભારતીય સેના દ્વારા આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે મક્કમ નિર્ધાર કરવામાં આવ્યું. વિરુદ્ધ ̎ઝીરો ટોલરન્સ પોલીસી” મુજબ ૨૯ સપ્ટેમ્બરની રાત્રે ભારતીય સૈનિકોની ખાસ ૪ ટુકડીઓ દ્વારા ભારત-પાક ની LOC ની અંદર ઘૂસીને POK માં જઈને ૩૫ થી ૭૦ જેટલા આતંકવાદીઓ તેમ જ તેઓના LAUNCH PAD નો ખાત્મો બોલાવીને વહેલી સવારે ભારતની સીમમાં તમામ ભારતીય સૈનિક ઈજા પામ્યા વગર ભારત પરત આવેલ.


૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ નાં રોજ CRPF ના જવાનોને લઈને જઈ રહેલા વાહનોના કાફલા પર જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર લેથાપુરા નજીક અવન્તીપુરા પાસે આદીલ અહેમદ દાર નામના સ્યુસાઈડ-બોમ્બર દ્વારા વિસ્ફોટકોથી ભરેલ વાનને CRPFની બસ સાથે અથડાવીને કરેલ બોમ્બ-વિસ્ફોટમાં ૪૦ થી વધુ સૈનિકો તેમજ હુમલાખોર માર્યા ગયા હતા.


ભારત સરકાર અને ભારતીય સૈન્ય દ્વારા આ ખુબ જ ધ્રુણા-સ્પદ ધટનાઓ બદલો માત્ર ૧૨ દિવસના ખુબ જ ટુકા ગાળામાં ૨૬ ફેબ્રુઆરીની વહેલી સવારે ભારતીય વાયુ-સેના ના ૧૨ એર-ફાઇટર પ્લેન દ્વારા LOC ની પાર જઈને POKમાં આવેલ બાલાકોટ અને અન્ય ૩ સ્થાનો પર કે જ્યાં આતંકવાદીઓના LAUNCH PAD આવેલ હતા તે સ્થળો પર એર-સ્ટ્રાઈક કરીને લગભગ ૩૫૦ કે તેથી વધુ આતંકવાદીઓ અને તમામ LAUNCH PAD નો નાશ કરવામાં આવેલ હતો.


మరింత సమాచారం తెలుసుకోండి: