ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી કેબીનેટનું પહેલું મંત્રીમંડળ વિસ્તરણ સોમવારના  એટલે કે આજ રોજ થઇ રહ્યું છે. શપથ ગ્રહણ સમારંભ માટે વિધાનભવનમાં ખાસ પંડાલ બનાવાયો છે. તેની સાથે જ અંદાજે 5000 
લોકોને આમંત્રિત કરાયા છે. મંત્રીમંડળ વિસ્તરણ માટે ધારાસભ્યોના નામ ફાઇનલ કરવા માટે રવિવારના રોજ NCP અને કોંગ્રેસની ખાસ બેઠક યોજાઇ હતી જેમાં પદ વીતરણને લઇને ચર્ચા થઇ હોવાનું અનુમાન  છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ ખાસ દિલ્હી જઇ NCP પ્રમુખ શરદ પવારે મુંબઇમાં પાર્ટી  નેતાઓની સાથે બેઠક કરી.

દિલ્હીમાં બેઠક પૂરી થયા બાદ થોરાટે કહ્યું કે કોંગ્રેસે પોતાની યાદીમાં તમામ ક્ષેત્રો અને સમાજોના નેતાઓનું સંતુલન બનાવાની કોશિષ કરી છે. કોંગ્રેસની તરફથી 12 મંત્રી હશે જેમાંથી 10 કેબિનેટ મંત્રી હશે. 
બીજીબાજુ એનસીપી નેતા જયંત પાટિલે કહ્યું કે અમે અમારા મંત્રી બનનાર ધારાસભ્યોની યાદી મુખ્યમંત્રીને મોકલી દીધી છે. ગૃહમંત્રી કોણ હશે? તેના જવાબમાં જયંત પાટિલે કહ્યું કે મંત્રાલયોની વહેંચણી કરવી 
સીએમનો વિશેષાધિકાર છે. 

અનુમાનના આધારે કોને ક્યું પદ સોપશે તેની ચર્ચા કરીએ તો શિવસેનાની તરફથી અનિલ પરબ, પ્રતાપ સરનાઇક, રવિન્દ્ર વાયકર, સુનીલ રાઉત, ઉદય સામત, ભાસ્કર જાધવ કે વૈભવ નાઇક, આશિષ જયસ્વાલ 
કે સંજય રાયમુલકર, બચ્ચુકડુ, સંજય રાઠોડ, શંભુરાજે દેસાઇ, પ્રકાશ અબિટકર, સંજય શિરસાટ, અબ્દુલ સત્તાર, તાનાજી સાવંત, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સુહાસ કાંદેમાંથી સંભવિત મંત્રી હોઇ શકે છે.

કોંગ્રેસની તરફથી અશોક ચૌહાણ, અમિત દેશમુખ, કેસી પાડવી, વિજય વડેટ્ટીવાર, યશોમતિ ઠાકુર, વિશ્વજીત કદમ, સંગ્રામ થોપટે, વર્ષા ગાયકવાડ, અમીન પટેલ, પ્રણિતી શિંદે અને સતેજ પાટીલના નામ નક્કી 
મનાય છે. 
NCP નેતા અજીત પવારને ઉપમુખ્યમંત્રી પદની સાથો સાથ ગૃહમંત્રી પદ આપીને ઉદ્ધવ ઠાકરે સરકારમાં નંબર-ટુનો પાવર આપે તેવી શકયતા છે. એનસીપી નેતા ધનંજય મુંડેને નાણાં મંત્રાલય, જયંત પાટિલને 
જળ સંસાધન, છગન ભૂજબળને ગ્રામ વિકાસ, અને જીતેન્દ્ર અવ્હાડને સામાજિક ન્યાય મંત્રાલય આપી શકે છે. આ સિવાય એનસીપીમાંથી શપથ લેનાર નવાબ મલિક, દિલીપ વલસે પાટીલ, હસન મુશ્રીફ, 
બાલાસાહેબ પાટીલ, દત્તા ભરણે, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, ડૉ.રાજેન્દ્ર શિંગણેના નામ સામેલ થઇ શકે છે.

మరింత సమాచారం తెలుసుకోండి: