જનરલ બિપિન રાવત આજે દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નો ચાર્જ લેવાના છે. જનરલ રાવતને હવે આર્મી, વાયુસેના અને નૌસેનાની સાથો સાથ રક્ષા મંત્રાલય અને પીએમના નેતૃત્વવાળા ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના સલહાકાર તરીકે ભૂમિકા નિભાવવી પડશે. જનરલ રાવત આજે જ આર્મી ચીફના પદ પરથી રિટાયર થઇ રહ્યા છે. તેમની જગ્યાએ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફનો પદ સંભાળશે.સેના પ્રમુખ જનરલ રાવતને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતી.
 
જનરલ બિપિન રાવતની વાત કરીએ તો તેઓનો જન્મ 16 માર્ચ 1958માં થયો છે. હાલ તેઓ 61 વર્ષના છે. 2023માં તેઓ 65 વર્ષના થશે. આમ તેમની પાસે સીડીએસ પદ પર રહેવા માટે ઓછામાં ઓછો 3 વર્ષનો સમય છે. રાવત ડિસેમ્બર 1978માં કમીશન ઓફિસર (11 ગોરખા રાઈફલ્સ) બન્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી આર્મી પ્રમુખ છે. તેમને પૂર્વી સેક્ટરમાં એલઓસી, કાશ્મીર ખીણ અને પૂર્વોત્તરમાં કામકાજનો અનુભવ રહ્યો છે.

2003માં રચાયેલી પરમાણુ કમાન્ડ ઓથોરિટીમાં 16 વર્ષ પછી આ સૌથી મહત્ત્વનો ફેરફાર છે. પરમાણુ કમાન્ડમાં વડાપ્રધાનને આધીન બે કાઉન્સિલ હતી. એક રાજકીય અને બીજી કાર્યકારી. પરમાણુ હથિયારના ઉપયોગનો નિર્ણય રાજકીય કાઉન્સિલ જ લેતી. કાર્યકારી કાઉન્સિલ એનએસએની અધ્યક્ષતામાં કામ કરતી આવી છે. સીડીએસ કાર્યકારી કાઉન્સિલનું સંચાલન જોઈએ તો રાજકીય કાઉન્સિલમાં વિશેષ આમંત્રિત સભ્યો હશે. પરમાણુ હથિયારોની જવાબદારી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ જુએ છે. આ કમાન્ડ અને સેના વચ્ચેની કડી એનએસએ હોય છે. હવે આ ભૂમિકા સી઼ડીએસની રહેશે. 

మరింత సమాచారం తెలుసుకోండి: