મહારાષ્ટ્રની તાજી બનેલી સરકાર એટલે કે શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. જોકે હજુ સુધી તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું મોકલ્યુ નથી. તાજેતરમાં જ ઉદ્ધવ સરકારમાં 36 નવા પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં એક ઉપમુખ્યમંત્રી, 25 કેબિનેટ અને 10 રાજ્ય મંત્રીનો સમાવેશ થતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને NCP જ નહીં પરંતુ શિવસેનાએ પણ મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને પોતાની સાથે રાખવા અબ્દુલ સત્તારને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા હતા.

અબ્દુલ સત્તાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા અને સામાન્ય પદ આપવાથી તેઓ નારાજ હતા. સત્તારે તેમનું રાજીનામુ મુખ્યમંત્રી ઠાકરેને ન મોકલતા શિવસેનાના એક નેતાને મોકલી આવ્યું છે. આ ઘટના બાદ શિવસેના નેતાઓએ સત્તારને મનાવવા પ્રયત્ન હાથ ધર્યા છે, જોકે તેઓ પોતાના વલણ પર અડગ છે.

અબ્દુલ સત્તારનું આ પગલું શિવસેના પર દબાણ વધારવાની રણનીતિ તરીકે ગણવામાં આવે છે. સત્તાર એ બાબતને લઈ નારાજ હતા કે તેમને જુનિયર મંત્રાલય શાં માટે આપવામાં આવ્યું. જોકે મુખ્યમંત્રી કાર્યાલયને સત્તારનું રાજીનામુ હજુ સુધી મળ્યું નથી. એવું પણ કહેવામાં આવે છે કે સત્તારે રાજીનામાનો પત્ર પક્ષના સચિવ અનિલ દેસાઈને મોકલ્યો છે.

મહા વિકાસ અગાડીના અન્ય નેતાઓ સહિત આદિત્ય ઠાકરેને કેબિનેટના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ભૂતપુર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, NCPના ધનંજય મુંડે, ભૂતપુર્વ વિધાનસભા અધ્યક્ષ દિલીપ વાલ્સે-પાટીલ અને NCPના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિક આ વિસ્તરણનો હિસ્સો બન્યા હતા. વર્ષ 2014 બાદ પહેલી વખત મંત્રાલયમાં ચાર મુસ્લિમ ચહેરા આવ્યા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: