ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હવે જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા)ની નિમણુક કરી છે. ભાજપના અધ્યક્ષ પદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહે નડ્ડા પર વિશ્વાસ વ્યકત કર્યો. પરંતુ તેનું કારણ શું છે? વાત એમ છે કે 1998ની સાલમાં હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપે મહાસચિવ તરીકે નરેન્દ્ર મોદીને ત્યાં મોકલ્યા હતા. આ દરમ્યાન રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને વિપક્ષના નેતા જગત પ્રકાશ નડ્ડા હતા. એક સાથે કામ કરતાં નડ્ડા અને મોદીએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 9માંથી 31 સીટો સુધી પહોંચાડી દીધા.

નડ્ડાના સમર્થનમાં ખુદ વડાપ્રધાન મોદી હતા. સાથો સાથ નડ્ડાની છબીએ પણ તેમાં મદદ કરી. પાર્ટીના નેતાઓ કહે છે કે ભાજપે તેમને જે પણ ભૂમિકા સોંપી છે તેમાં તેઓ હંમેશાથી ખરા ઉતર્યા છે. સૂત્રોનું કહેવું છે કે હવે જ્યારે નડ્ડાના હાથમાં ઔપચારિક રીતે પાર્ટીની બાગડોર છે તો એ જોવાનું દિલચસ્પ હશે કે આવનારા દિવસોમાં તેઓ ભાજપમાં ત્રીજા પાવર સેન્ટર તરીકે કેવી રીતે કામ કરશે.

નડ્ડાને શાહે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી મોકલ્યા હતા, જ્યાંથી પાર્ટીએ માત્ર વિધાનસભા ચૂંટણીમાં જીત જ અપાવી નહોતી પરંતુ લોકસભામાં પણ 80માંથી 62 સીટો મળી. આની પહેલાં નડ્ડા આરએસએસના નેતા અને સંયુકત મહાસચિવ સૌદાન સિંહની સાથે જ કામ કરી ચૂકયા છે. ત્યારે ભાજપે છત્તીસગઢમાં હારી ગયેલી બાજીને જીતમાં ફેરવી દીધી. 2014ની સાલમાં લોકસભા ચૂંટણીમાં નડ્ડાની અગત્યની ભૂમિકા હતી, તેના લીધે તેમણે પહેલાં મોદી કેબિનેટમાં કેબિનેટ મંત્રીનું પદ મળ્યું.

మరింత సమాచారం తెలుసుకోండి: