26 જાન્યુઆરી નજીક જ છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રાલયે અર્ધસૈનિક દળો, ખુફિયા એજન્સીઓને પત્ર લખીને ચેતવ્યા છે કે પ્રજાસત્તાક દિવસ પર સીએએ પ્રદર્શનો થઈ શકે છે. પત્રમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે સીએએની વિરુદ્ધ પ્રદર્શનકારી સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડી શકે છે. હોમ મિનિસ્ટ્રીએ પત્ર લખ્યો છે કે મુસ્લિમ કટ્ટરપંથી ભાવનાઓને ભડકાવી રહ્યા છે. CAA અને NRCનાં મુદ્દા પર ઉકસાવવામાં આવી રહ્યા છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ મુદ્દાઓ પર કટ્ટરપંથી તાકાતો લોકોની ભાવનાઓને ભડકાવવાનું કામ કરી રહી છે. દેશ વિરોધી તાકાતો સરકાર વિરોધી ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. અત્યારે દિલ્હી સહિત દેશનાં અન્ય ભાગોમાં પ્રદર્શન અને હિંસાનાં સમાચારો મળી રહ્યા છે. આવામાં સરકાર 26 જાન્યુઆરી પર કોઈ પણ ખતરો લેવા નહીં ઇચ્છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયાને ધ્યાને રાખીને કહ્યું કે, ‘આ પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી મોદી વિરોધમાં આપત્તિજનક સંદેશાઓમાં વધારો થયો છે. પીએમ મોદીને ધમકી ભરેલા પત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ સંદેશ પ્રધાનમંત્રી, અન્ય ગણમાન્ય વ્યક્તિઓની વિરુદ્ધ ખતરાની ગંભીરતાને દર્શાવે છે. આવામાં કોઈપણ વ્યક્તિ પોતાના ઇરાદાને પૂર્ણ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.’

દેશનાં અનેક શહેરોમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને ગૃહમંત્રાલયે આ ચેતવણી જાહેર કરી છે. સીમા પાર આતંકવાદીઓની હાજરી વિશે મળેલી ખુફિયા સૂચનાઓને ધ્યાને રાખીને અને ગણતંત્ર દિવસ સમારંભ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવેલી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરનાં ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ 26 જાન્યુઆરીનાં પ્રજાસત્તાક દિવસ સમારંભનાં મુખ્ય આયોજન સ્થળ મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સલામી લેશે.

మరింత సమాచారం తెలుసుకోండి: