મહારાષ્ટ્ર સરકાર બન્યાને હજુ ગણતરીના દિવસો થયા છે ત્યા રાજ ઠાકરેએ પોતાના પુત્રને નવી પાર્ટીની ઘોષણાથી મહારાષ્ટ્રમાં રાજકિય ચર્ચાની બજાર ગરમ થઇ ગઇ છે.   શિવસેનાએ CAAના વિવાદ વચ્ચે NRCને લઈને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. શિવસેનાના આ વલણથી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં ઉભી તિરાડ પડવાની શક્યતા છે. શિવસેનાએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા ઘુષણખોર મુસલમાનોને દેશની બહાર ફેંકી દેવાની હિમાયત કરી છે.

શિવસેનાના મુખપત્ર સામનામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, દેશમાં ઘુસી આવેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશી મુસલમાનોને બહાર ભગાડી મુકવા જોઈએ. સામનામાં એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે પર પણ પ્રહાર કરવામાં આવ્યા છે.

શિવસેનાના મુખપત્ર સામનાના એડિટોરિયલ લેખમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસલમાનોને દેશની બહાર કરવા માટે કોઈ રાજકીય  પક્ષે પોતાનો ઝંડો બદલવો પડે તે ખુબ જ રસપ્રદ બાબત છે. બીજી બાત એ કે તેના માટે એક નહીં, બે ઝંડાની યોજના બનાવવી એ દુવિધા કે લપસી રહેલી ગાડીના લક્ષણ છે. શિવસેનાનો આ ટોણોં રાજ ઠાકરે માટે છે. રાજ ઠાકરેની પાર્ટીએ તાજેતરમાં જ પોતાનો ઝંડો બદલીને ભગવો કર્યો છે. સાથે તેમની પાર્ટીએ હિંદુત્વની લાઈન પકડી છે.


શિવસેનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. CAA વિરૂદ્ધ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો એકજુથ થયા છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગેસ અને એનસીપીની સરકાર છે. શિવસેનાનું આ વલણ ગઠબંધન સરકારમાં ઉભી તીરાડ પાડી શકે છે.

మరింత సమాచారం తెలుసుకోండి: