દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતની ગણતરી શરૂ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના દિલ્હી પ્રદેશ કાર્યાલય પર લાગેલું એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ અટકળો લાગી કે શું ભાજપે મતની ગણતરી પહેલાં જ પોતાની હાર સ્વીકારી લીધી છે?

 

ભાજપની દિલ્હી ઓફિસમાં પોસ્ટર લાગેલા છે. તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફોટો છે અને લખ્યું છે – વિજયથી અમે અહંકારી નથી થતા અને પરાજયથી અમે નિરાશ થતા નથી. આ પોસ્ટરને ભાજપના દિલ્હી યુનિટે જ લગાવ્યું છે. જો કે મતની ગણતરી પહેલાં ભાજપના નેતાઓએ જીતનો દાવો કર્યો છે.

 

ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે હું નર્વસ નથી. મને વિશ્વાસ છેકે આ ભાજપ માટે સારા દિવસો હશે. અમે આજે દિલ્હીમાં સત્તામાં આવી રહ્યા છીએ. જો અમે 55 સીટો જીતી તો આશ્ચર્યચકિત ના થતા. આની પહેલાં મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું હતુંકે 48 સીટો તીજી રહ્યા છીએ.

 

ઉલ્લેખનિય છેકે જીત તરફ લઇ જતા આંકડા જોઇને કેજરીવાલનો વિજય રથ તૈયાર કરવામાં આવતો જોવા મળ્યો છે. અને આમ આદમી પાર્ટીના લોતો જશ્ન મનાવી રહ્યા છે. એક ઓપન જીપ તેમજ શણગારના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે,. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુખ્યમંત્રી બનતા જોવા મળી રહ્યા છે

మరింత సమాచారం తెలుసుకోండి: