ચીનમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ ચાલુ છે તો ભારતે આ જીવલેણ બીમારી સામેની જંગમાં બેવડી જીત મેળવી છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત બીજા દર્દીની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ વાતની પુષ્ટિ કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કરી. તો હરિયાણાના માનેસરમાં આઇસોલેશન કેન્દ્રમાં રાખેલા ચીનના વુહાન શહેરથી આવેલા 252 વિદ્યાર્થીઓના વાયરસને લઇ તેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

 

કેરળના દર્દીની સારવાર ઉત્તર કેરળના કસારગોડા જિલ્લાના કંજનગઢની એક સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી. મંત્રીએ પુષ્ટિ કરી કે આ રોગીની સ્થિતિમાં સતત સુધારો આવી રહ્યો છે. ત્યાં આની પહેલાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળેલા કેરળના એક વિદ્યાર્થીને અલપ્પુજા મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. તેઓ ચીનની વુહાન યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. તેમને હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રખાયા હતા. વિદ્યાર્થીના બે નમૂના માટે પૂણેની રાષ્ટ્રીય વિષાણુ સંસ્થાન મોકલ્યા હતા. બંને નમૂના નેગેટિવ જોવા મળ્યા બાદ તેને રજા આપી દીધી હતી.

 

આપને જણાવી દઇએ કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ત્રણ બીજા કેસ પોઝિટિવ મળ્યા છે, જેમાંથી બેની સ્થિતિ સુધારા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. કેરળ સરકારે કહ્યું કે અત્યાર સુધી શંકાસ્પદ કોરોના વાયરસ (COVID-19) કેસના 418 નમૂનાને પરીક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીને મોકલ્યા, જેમાંથી 405ના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે. ત્યાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણ લોકોની પુષ્ટિ થઇ હતી, તેમાંથી બે લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: