અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રા પ્રવાસ પહેલાં ઉત્તર પ્રદેશના સિંચાઇ વિભાગે યમુનામાં બુલંદ શહેરની ગંગાનહેરથી 500 ક્યુસેક પાણી છોડ્યું છે. જેથી આગ્રામાં યુમાનાનું પાણી વહેવાથી સ્વચ્છ અને અવિરલ થઇ જાય. આ માહિતી સરકારી અધિકારીઓએ આપી. જેથી યમુનામાંથી આવતી દુર્ગધ ટ્રમ્પના નાક સુધી ના પહોંચી શકે.  

 

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ 23મી ફેબ્રુઆરી થી 26મી ફેબ્રુઆરીની વચ્ચે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની યાત્રા મોટાભાગે દિલ્હીમાં જ છે પરંતુ શકયતા છે કે તેઓ થોડીકવાર માટે કોઇ બીજા શહેરની પણ મુલાકાત કરી શકે છે. તેમાં ગુજરાતના અમદાવાદ બાદ યુપીના આગ્રા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

 

સિંચાઇ વિભાગના સુપ્રિટેંડિંગ એન્જિનયિર ધર્મેન્દ્ર સિંહ ફોગાટે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિના આગ્રા આગમનને ધ્યાનમાં રાખતા યમુના નદીના પર્યાવરણની સ્થિતિમાં સુધારા માટે માંટ નહેરના રસ્તે 500 ક્યુસેક ગંગાજળ મથુરામાં છોડાયું છે. આ પાણી આવતા ત્રણ દિવસમાં મથુરા અને 24 કલાક બાદ 21મી ફેબ્રુઆરીના રોજ બપોર સુધીમાં આગ્રા પહોંચશે. વિભાગની કોશિષ છે કે આ ગંગાજળની આ માત્રા યમુનામાં 24મી ફેબ્રુઆરી સુધી નિરંતર બની રહે. મથુરાની સાથો સાથ આગ્રામાં પણ યમુના નદીમાં ઓક્સિજનની માત્રા વધશે તથા બાયોલોજીકલ ઑક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડની માત્રામાં ઘટાડો આવશે. આટલું થતા યમુનાનું પાણી પીવા યોગ્ય ભલે ના થાય પરંતુ દુર્ગંધ ઓછી થવાની શકયતા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: