અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારતની મુલાકાતે અમદાવાદ આવશે. ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુએસ સુરક્ષા એજન્સીઓ સુરક્ષા સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. આ દરમિયાન, અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક રોડ શોનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા ગુજરાતના CM વિજય રૂપાણી હાજર નહીં રહે તેવા સમાચાર મળી રહ્યા છે. 

 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ રોડ શોમાં પીએમ મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે જોડાવા ઇચ્છતા હતા, પરંતુ તેમને મંજૂરી મળી નથી. સુરક્ષાની આદેશ આપતી યુએસ સિક્રેટ એજન્સીએ મુખ્ય પ્રધાનની ગાડીને કાફલામાં જોડાવાની મંજૂરી આપી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચ્યા બાદ ગુપ્ત એજન્સી સુરક્ષાની કમાન સંભાળી લેશે.

 

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીના રોડ શો દરમિયાન સલામતીનો દોર ત્રિ-સ્તરનો રહેશે. સૌથી આગળના મોરચા પર, અમેરિકન ગુપ્ત એજન્સીના જવાનો અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે, જ્યારે બીજો ઘેરી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ્સ (એસપીજી)ના કમાન્ડોની હશે.

 

ત્રીજા ઘેરામાં ક્રાઈમ બ્રાન્ચના જવાન હશે. આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત કમિશ્નર અજય તોમરે જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લી જીપમાં રોડ શો કરવાનો કોઈ યોજના નથી. બન્ને નેતાઓ બંધ કારમાં રોડ શો કરશે.

మరింత సమాచారం తెలుసుకోండి: