દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે ભડકાઉ ભાષણો કરનારા સામે FIR કરવા દિલ્હી પોલીસે ઇનકાર કર્યો હતો. પોલીસે કહ્યું કે હાલના સમય અને સંજોગો જોતા ભડકાઉ ભાષણો કરનારા સામે કેસ કરવાનું યોગ્ય અને સલાહભર્યું નથી. આનાથી દિલ્હીમાં શાંતિ સ્થાપવામાં મદદ મળશે નહીં. દિલ્હી હાઇકોર્ટે બુધવારે ભડકાઉ ભાષણો કરનારા સામે કેસ કેમ નથી કરાયા તેવો પ્રશ્ન પૂછીને દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી.

 

પોલીસે 4 દિવસમાં 48 FIR કર્યાનું અને 130 લોકોની ધરપકડ કર્યાનું કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવીને રિપોર્ટ માગ્યો હતો.


હિંસામાં જાન ગુમાવનાર લોકોના મૃતદેહો મેળવવા પરિવારે ઘણી રાહ જોવી પડે છે. આ મામલે કેસની સુનાવણી શુક્રવારે હાથ ધરાશે. પોલીસ અને સત્તાવાળા કહે છે કે દરેક મૃતકનું પોસ્ટમોર્ટમ કરીને જ ડેડબોડી પરિવારને આપવામાં આવશે. બોર્ડ રચાયું ન હોવાથી પોસ્ટમોર્ટમમાં વિલંબ થઈ રહ્યો છે. આ મામલે વકીલ મહમૂદ પારચાએ કોર્ટમાં કેસ કર્યો છે.


દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ એસ મુરલીધર સહિતની બે જજની બેન્ચે દિલ્હી પોલીસને આકરા શબ્દોમાં ઝાટકી હતી. દિલ્હીમાં હિંસા ભડકાવનાર નેતાઓ સામે કેસ નહીં કરવા માટે પોલીસનો ઉધડો લીધો હતો.

 

ઉલ્લેખનિય છેકે દિલ્હીમાં હિંસા ભડકાવનાર ભાજપના ૩ નેતાઓ સામે શા માટે FIR કરાઈ નથી તેવા પ્રશ્નો પૂછીને દિલ્હી પોલીસને ફટકાર લગાવનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ. મુરલીધરની રાતોરાત પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે. જજની બદલી મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતા રાજકારણ ગરમાયું હતું. 

మరింత సమాచారం తెలుసుకోండి: