કોરોના વાયરસનો પ્રકોપ કેટલો વધી ચૂકયો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકે છે કે ઇતિહાસમાં પહેલી વખત રેલવેએ કેટલાંય દિવસ માટે ટ્રેનો રદ્દ કરી દીધી છે. રેલવે એ 31મી માર્ચના રાત્રે 12 વાગ્યા માટે તમામ ટ્રેનો રદ્દ કરી દીધી છે. માત્ર માલગાડી ચાલશે. કોરોનાથી બચાવા માટે આ અભૂતપૂર્વ પગલાં ઉઠાવ્યા છે.

 

રેલવેની તરફથી કહ્યું છે કે કોવિડ-19ના સંક્રમણને જોતા રેલવે એ નિર્ણય કર્યો છે કે તમામ ટ્રેનો રદ્દ કરવામાં આવે. જો કે સબ અર્બન ટ્રેનો અને કોલકત્તા મેટ્રો રેલની ન્યૂનતમ સર્વિસીસ જે ખૂબ જરૂરી છે તે 22મી માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.

 

એ પણ સ્પષ્ટતા કરાઇ કે જે ટ્રેનોએ આજે એટલે કે 22મી માર્ચના રોજ 4 વાગ્યા સુધી પોતાની યાત્રા શરૂી કરી દીધી તે પોતાના ગંતવ્ય સુધી પહોંચવા સુધી ચાલશે. એટલે કે તેમનો આ છેલ્લો ફેરો હશે અને ત્યારબાદ 31મી માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી જ ચાલશે. જે યાત્રીઓએ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે તેના માટે પૂરતી વ્યવસ્થાઓ કરાઇ છે.

 

રેલવે એ કહ્યું કે માલગાડીઓ ચાલતી રહેશે જેથી કરીને દેશના તમામ ભાગમાં જરૂરી ચીજવસ્તુનો પુરવઠો વધો રહે અને લોકોને કોઇ વસ્તુની કમી ના થાય. રદ્દ કરાયેલ ટ્રેનોમાં જે પેસેન્જર્સે બુકિંગ કરાવ્યું હતું તેમને 21મી જૂન 2020 સુધીમાં પોતાનું રિફંડ લઇ શકે છે. પેસેન્જર્સને તેમની ટિકિટના પૈસા આપવા માટે સંપૂર્ણ બંદોબસ્ત કરાયો છે જેથી કરીને પેસેન્જર્સને કોઇ તકલીફ ના ઉઠાવી પડે.

మరింత సమాచారం తెలుసుకోండి: