રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. આજે વધુ એક દર્દીમાં પ્લાઝમાં ટ્રાન્સમિશન કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500થી વધારી 1000 કરી છે. SVPમાં 500 બેડની વ્યવસ્થા કરાઈ છે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. SVPમાં ટેસ્ટિંગની ક્ષમતા 1000 કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ કોરોના પોઝિટીવ દર્દીઓને SVPમાં ખસેડાશે.

 

બીજી બાજુ સુરત સિવિલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને 5 સ્ટાર હોટલમાંથી જમવાનું આપવાની પહેલ કરવામાં આવી છે. તે દિશામાં હવે AMC આગળ વધી રહ્યું છે. AMC અને 5 સ્ટાર હોટલના સંચાલક વચ્ચે એક MOU કરવામાં આવ્યો છે. જો કોઈ દર્દી રૂપિયા ચુકવીને ત્યાં રહેવા માંગતો હોય તો તે દર્દી ત્યાં રહી શકશે. શહેરમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા બે ડોકટરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ, ટ્રાફિક કંટ્રોલરૂમ, કોમ્પ્યુટર બ્રાન્ચ સહિતના 36 જેટલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે તમામના નેગેટિવ આવ્યા હતા.

 

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ જે રીતે કોરોના વાયરસના દર્દીઓ નોંધાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે, તેમ છતાં મે મહિનામાં કોરોના પર કાબૂ મેળવી શકાશે. શહેરના આજે મધ્ય ઝોનમાં 18 કેસ, દક્ષિણ ઝોનમાં 15 કેસ નોંધાયા છે, જ્યારે દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં 2 કેસ નોંધાયા છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: