પાલઘર મોબ લિંચિંગ ઘટના પર  મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પાલઘર મામલે ધરપકડ થયેલ 101 આરોપીઓનું લિસ્ટ જાહેર કર્યુ છે. અનિલ દેશમુખે કહ્યું કે આ લિસ્ટ એટલા માટે જાહેર કરવામાં આવું છે કારણે કે આ મુદ્દાને હવે સાંપ્રદાયિક રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે પાલઘરમાં બે નિર્દોષ સાધુઓ અને તેમના ડ્રાઇવરને મારી-મારી હત્યા કરવામાં આવી હતી.

 

લિસ્ટ જાહેર કરતા પહેલા ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે,‘સીઆઈડીમાં એક ખાસ આઈજી સ્તરના અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે. પરંતુ હું જણાવવા માંગું છું કે પોલીસે ઘટનાના માત્ર 8 કલાકની અંદર 101 લોકોની ધરપકડ કરી છે. અમે આજે વોટ્સએપના માધ્યમથી આરોપીઓના નામ જાહેર કરી રહ્યા છીએ. આ લિસ્ટમાં કોઈ મુસ્લિમ નથી.’ મીડિયા રિપોર્ટ મુજબ આ સિવાય તેમણે કહ્યું કે,‘મોબ લિંચિંગ દરમિયાન એક વીડિયોમાં સંભળાયું કે ‘ઓએ બસ’. લોકોએ આને ઓનલાઇન વાયરલ કર્યો અને અમુક લોકોએ આને ‘શોએબ બસ’ કહ્યું.’

 

રિપોર્ટ પ્રમાણે અનિલ દેશમુખે કહ્યું કે,‘દરેક રાજ્ય હાલ મહામારીથી લડી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો આ પરિસ્થિતમાં પણ પાલઘર ઘટનાને સાંપ્રદાયિક એંગલ આપવાની કોશિશ કરી રહ્યા છે. અફવા ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.’ આપણે જણાવી દઈએ કે પાલઘર મોબ લિંચિંગ ઘટનામાં ટોળા દ્વારા જૂના અખાડાના ૨ નિર્દોષ સાધુઓ અને તેમના ડ્રાઈવર સહિત ૩ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જે પાલઘના ગામ ગડચિનચલેથી સુરત જઈ રહ્યા હતા.

మరింత సమాచారం తెలుసుకోండి: