વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ ઇ-ગ્રામસ્વરાજ પોર્ટલ-મોબાઇલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કર્યો. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાએ આપણને સૌથી મોટો પાઠ શીખવાડ્યો છે. આપણે આત્મનિર્ભર બનવું પડશે. ગામડાંઓએ પોતાના સ્તર પર આત્મનિર્ભર બનવું પડશે.

                  

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ કહ્યું કે કોરોનાએ આપણા બધાની કામ કરવાની રીતને બદલી નાંખી. પહેલાં આપણે કોઇ કાર્યક્રમને સામ-સામે રાખીને કરતા હતા. પરંતુ આજે આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવી પડી રહી છે. કોરોના મહામારીએ આપણા માટે અનેક મુસીબતો પેદા કરી છે, જેની આપણે કલ્પના સુદ્ધા કર શકતા નહોતા.

 

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મહામારીએ આપણને નવું શિક્ષણ અને સંદેશ પણ આપ્યો છે. કોરોના સંકટે સૌથી મોટો પાઠ આપણને એ શીખવાડ્યો કે હવે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે. આત્મનિર્ભર વગર આ સંકટ સામે લડવું મુશ્કેલ છે. ગામ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને, જિલ્લા પોતાના સ્તર પર , રાજ્ય પોતાના સ્તર પર.

 

સરકારના કામોની ગણાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે ભારતમાં જ મોબાઇલ બનાવાનું જે અભિયાન ચલાવ્યું છે તેનું પરિણામ છે કે આજે ગામડે-ગામડે સસ્તામાં સ્માર્ટફોન પહોંચી ગયા છે. આજે આટલા મોટાપાયે વીડિયો કોન્ફરન્સ થઇ રહી છે, આ બધું આના કારણે જ શકય થયું છે.

మరింత సమాచారం తెలుసుకోండి: