કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે હવામાન વિભાગે આજે એક માઠા સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો ચિંતાજનક રીતે વધશે. રાજ્યમાં સૌથી વધુ ગરમી કંડલામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ડીસા, વડોદરામાં 41 ડિગ્રી અને રાજકોટ, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.

 

કાળઝાળ ગરમી લોકોને દિવસે દિવસે વધુ હેરાન અને પરેશાન કરી રહી છે. રાજ્યમાં ગરમીનો પારો દૈનિક ધોરણે વધી રહ્યો છે. લોકડાઉનના પગલે લોકો ઘરમાં કેદ છે. પરંતુ તેમ છતાં ઘરમાં પણ તેમને આ ભયંકર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ગરમીમાં વધુ શેકાશે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં ગરમીનો પારો વધુને વધુ ઉંચે જવાનો છે. વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર જશે. ઉલ્લેખનીય છે કે એક તરફ પવિત્ર રમઝાન માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે બીજી તરફ કોરોના અને હીટ વેવનો કહેર શહેર પર જોવા મળી રહ્યો છે. તેથી ‘સંદેશ ન્યૂઝ’ મારફતે તેના વાચકોથી અપીલ છે કે મહામારીના આ સંકટના સમય ઘરમાં જ રહે અને કામ વગર બહાર જવાની ટાળે.

 

માહિતી પ્રમાણે ગુજરાતના કંડલામાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી, અમરેલી, ગાંધીનગર, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન દ્વારકા, વેરાવળ અને દીવમાં 32 ડિગ્રી સુધી નોંધાયું છે.

మరింత సమాచారం తెలుసుకోండి: