અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં માહિતી આપી છે કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કુલ કુલ 19 દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 28 એપ્રિલે વધુ 40 દર્દી સાજા થયા છે. કુલ 3774 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર અને 3125ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

 

AMC કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શહેરના 48 વોર્ડમાં 115 સુપર સ્પ્રેડરને કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ હોટસ્પોટ એરિયામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર ઓછો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે 3.50 લાખ કોટન માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ માસ્ક શાકભાજીના ફેરિયાઓને મફત માસ્કનું વિતરણ કરવામાં આવશે. એટલું જ નહીં. ફેરિયાઓને ફ્રીમાં સેનેટાઈઝર પણ આપવામાં આવશે. પરંતુ લોકડાઉનના સમયમાં અને લોકડાઉન બાદ શાકભાજીની લારીઓ પર સામાજિક અંતર જરૂરી છે.

                            

మరింత సమాచారం తెలుసుకోండి: