અમદાવાદ શહેરમાં નવા 249 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો છે. શહેરમાં અત્યાર સુધી કુલ 3026 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 12 દર્દીના મોત સાથે કુલ 149 દર્દીઓ મોતને ભેટ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 316 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે આજે એસવીપી હોસ્પિટલમાંથી કુલ 40 દર્દીઓને રજા આપવામાં આવી છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોનાની અપડેટ આપતા જણાવ્યું કે, હાલ શહેરમાં કેસ ડબલિંગ રેટ હવે 9 દિવસનો થઈ ગયો છે.હવે 9માં દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે. એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 30-40 ટકા હતો જે હવે 8 ટકા થઈ ગયો છે. છે. જો આ રેટ જળવાશે તો આપણ સારવાર કરવામાંપહોંચી વળીશું. જેને7, 6 અને 5 ટકાએ લઈ જવા પ્રયાસ કરીશું. 17 એપ્રિલે 517 કેસ સારવાર હેઠળ હતા, જે 20 એપ્રિલે એટલે કે ત્રણ જ દિવસમાં ડબલ થઈને 1162 થઈ ગયા હતા. 

 

શહેરમાં (1 મે) માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરીજેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તોત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે.

మరింత సమాచారం తెలుసుకోండి: