ગુજરાતમાં હવે પાન-મસાલાના ગલ્લા ખુલ્લા રાખવા સરકાર મંજૂરી આપી શકે છે. અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને મોરબીમાં પાનનાં ગલ્લા ખુલી શકે છે. આ તમામ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં આવતાં હોવાથી પાનનાં ગલ્લાઓ ખુલ્લા રાખવાની પરમિશન સરકાર આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્ર સરકારે આજે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ તે અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી.

 

ગુજરાતમાં અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને દ્વારકા આ જિલ્લાઓનો સમાવેશ ગ્રીન ઝોનમાં થાય છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગ્રીન ઝોનમાં દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેની દુકાનો ખોલી શકાય છે. પણ આ માટે ઓછામાં ઓછું 6 ફૂટ (દો ગઝ કી દૂરી)નું અંતર જરૂરી છે. અને આ ઉપરાંત આ દુકાનોમાં એક સમયે પાંચથી વધારે લોકો દુકાન પર હાજર ન હોવા જોઈએ તેવી શરત રાખવામાં આવી છે.

 

ગુજરાતના 9 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના જે જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ગુજરાતના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે

మరింత సమాచారం తెలుసుకోండి: