કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકાર સોમવારથી 500 રૂપિયા મહિલા જનધન ખાતાધારકોનાં એકાઉન્ટમાં નાંખશે. ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી ગરીબોની મદદ માટે એપ્રિલથી ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય કોરોના સંકટને જોતા લેવામાં આવ્યો હતો. 

 

નાણાંકીય સેવા સચિવ દેવાશીષ પાંડાએ કહ્યું કે લાભાર્થીઓને આ પૈસા આપવા માટે એક સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, તે પ્રમાણે તેઓ બેંક શાખા અથવા ગ્રાહક સેવા કેન્દ્ર જઇને પૈસા નીકાળી શકે છે. આ પૈસાને એટીએમથી નીકાળી શકાય છે. દેવાશીષ પાંડાએ કહ્યું કે, બેંક શાખાઓમાં ભીડ ના ભેગી થાય એ માટે રકમનું સ્થળાંતર 5 દિવસનાં સમયગાળામાં કરવામાં આવશે. આનાથી સામાજિક અંતરનાં નિર્દેશોનું પાલન કરવામાં મદદ મળશે.

 

જેમના જનધન ખાતાઓનો અંતિમ નંબર શૂન્ય અને એક છે તેમના ખાતામાં આ પૈસા 4 મેનાં નાંખવામાં આવશે. જેમના ખાતાનાં અંતિમ અંક 2 અને 3 છે તેઓ 5 મેનાં પોતાના ખાતામાંથી પૈસા નીકાળી શકે છે. તેમજ 6 મેનાં 4 અને 5 અંતિમ અંક અને 8 મેનાં 6 અને 7 અંકની મહિલા લાભાર્થીઓનાં ખાતામાં આ પૈસા નાંખવામાં આવશે. જે ખાતાધારકોનાં ખાતાનો અંતિમ અંક 8 અને 9 છે તેમને 11 મેનાં આ રૂપિયા મળશે. કોઈ ઇમરજન્સી સ્થિતિમાં મહિલા ખાતાધારકો તાત્કાલિક આ રૂપિયા નીકાળી શકશે. 11 મે બાદ તેઓ પોતાની સુવિધા અનુસાર આ પૈસા કાઢી શકશે.

మరింత సమాచారం తెలుసుకోండి: