કોરોના કહેર વચ્ચે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટાં આવતાં પાટણ, ડીસા, લાખણી, દિયોદર, શિહોરી, વાવ, થરાદ અને સૂઈગામ તાલુકામાં ભારે પવન કરા સાથે ધોધમાર વરસાદ થતાં અફડા તફડી સર્જાઈ હતી.તો કોરોના કહેર વચ્ચે વરસાદી માવઠુ થતાં રોગચાળો વધે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

                                     

ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદને લીધે વાવ, ધાનેરા, શિહોરી સહિતના પંથકમાં મકાનોના પતરાં ઉડયા હતા તો બીજી બાજુ પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

                                         

કોરોના વાયરસના કેર વચ્ચે સોમવારના સાંજના સમયે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં  વાતાવરણમાં પલટાં આવતાં આકાશમાં કાળા ડિંબાગ વાદળો સાથે વિજળીના કડાકા તેમજ ભારે પવન કરા સાથે મૂસળધાર વરસાદ શરૂ થયો હતો. એકાએક વરસાદ થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

                                      

જોકે વરસાદ થતાં વાવેતર કરેલ અનેક પાકોને નુકશાન થાય તેવા ઐધાણ વર્તાઈ રહ્યા છે..પરંતુ એક બાજુ કોરોનાનો કેર વચ્ચે ભર ઉનાળામાં પડી રહેલા તડકા વચ્ચે વરસાદી માવઠુ થતાં ક્યાંકને ક્યાંક રોગચાળો વકરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.આરોગ્ય વિભાગ સતર્ક બની યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: