કોરોના વાયરસમાં આંતરરાજ્ય કાર્ગો કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ સમસ્યા ઊભી ન થાય તે અંગે તકેદારી રાખવા આદેશ અપાયા છે. આ માટે ગૃહમંત્રાલય દ્વારા 1930 હેલ્પલાઈન નંબર જારી કરાયો છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેલ્પલાઈન નંબર 1033નો ઉપયોગ કરવા જણાવ્યું છે. ડ્રાઈવરો કે ટ્રાન્સપોટર્સને કોઈપણ મુશ્કેલી હોય કે ફરિયાદ હોય તો તેઓ આ નંબરનો ઉપયોગ કરી શકશે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે, રાજ્યોની વિનંતીને પગલે જ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ટ્રેન ચલાવવા પરવાનગી આપવામાં આવી હતી. ભારત સરકાર હોય કે રેલવે, કોઈના દ્વારા મજૂરો પાસેથી પૈસા લેવાની વાત કરવામાં આવી નથી. મજૂરોને વતન પરત લઈ જવાનો જે ખર્ચ આવી રહ્યો છે તેમાંથી 85 ટકા ખર્ચ રેલવે અને 15 ટકા ખર્ચ રાજ્ય સરકારોએ ભોગવવાનો છે. રાજ્યોમાં અટવાયેલા પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાનું કામ એકાદ બે રાજ્યો સિવાય તમામ રાજ્યોએ જાતે જ કરવાનું છે.

 

કોરોના મહામારી અંગે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર સામસામે આવી ગઈ છે. રાજ્યની સ્થિતિ ચકાવસા આવેલી ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટર ટીમે (આઈએમસીટી) જણાવ્યું કે, કોરોનાથી થનારા મોતમાં પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે. અહીંયા 12.8 ટકના દરે લોકોનાં મોત થઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે તેને કારણે જ મોતનો આંકડો વધી રહ્યો છે. આઈએમસીટીના સભ્ય દ્વારા બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાને આ માહિતી આપવામાં આવ્યા બાદ કેન્દ્ર અને મમતા સરકાર સામસામે આવી ગયા છે. બીજી તરફ ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે, બંગાળ કેન્દ્રને સાથ નથી આપતો તેવા આરોપ પાયા વગરના છે. ભાજપે જુઠ્ઠાણાની ફેક્ટરી બંધ કરી દેવી જોઈએ.

మరింత సమాచారం తెలుసుకోండి: