પીએમ નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર આજે દેશને સંબોધિત કર્યો. આ અવસર પર પીએમે કહ્યું કે હતાશા અને નિરાશાના સમયમાં ભગવન બુદ્ધની સીખ વધુ પ્રાસંગિક થઇ જાય છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના લીધે આ તકનીકના માધ્યમથી જોડાયેલા રહે છે. પીએમે કહ્યું કે દુનિયા મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થ રહી છે અને આવા સમયમાં બુદ્ધના સંદેશથી પ્રેરણા લઇને ભારત દુનિયાની મદદ કરી રહ્યું છે.

 

બુદ્ધ કોઇ એક પરિસ્થિતિ સુધી સીમિત નથી. આજે પણ તેમની સીખ આપણા જીવનમાં નિરંતર પ્રવાહમાં રહે છે. બુદ્ધ માત્ર એક નામ નથ પરંતુ એક પવિત્ર વિચાર પણ છે. જે દરેક માનવીના દિલમાં ધડકે છે. માનવતાનું માર્ગદર્શન કરે છે. બુદ્ધ ત્યાગ અને તપસ્યાનું સીમ છે. બુદ્ધ સેવાનો પર્યાય છે. બુદ્ધ એ છે જે જાતે તપીને, ખપીને પોતાને ન્યોછાવર કરીને આખી દુનિયામાં આનંદ ફેલાવા માટે આવે.

 

બુદ્ધનું એક-એક વચન માનવતાની સેવામાં ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. આત્મબોધની સાથે ભારત પૂરી માનવતા માટે અને વિશ્વ માટે કામ કરી રહ્યું છે અને કરતું રહેશે. ભારતની પ્રગતિ વિશ્વની પ્રગતિમાં સામલે થશે.

మరింత సమాచారం తెలుసుకోండి: