દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેની સમયમર્યાદા 17મેએ પુરી થવા જઈ રહી છે. પરંતુ લોકડાઉન વચ્ચે પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સવાલ એ છે કે, 17એ પછી શું. હવે સૌકોઈની નજર દેશના તમામ રાજ્ય મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અને લૉકડાઉન અંગે ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (11મે)એ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા પર ટકી છે. આ બેઠક બપોરે ત્રણ કલાકે યોજાશે.

 

લૉકડાઉન 2.0નો સમયગાળો 3 મેએ સમાપ્ત થતાં પહેલા પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. કોરોના સામે જારી જંગમાં શું લૉકડાઉન ફરી એકવાર વધારવામાં આવશે કે કેમ તે હાલમાં ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશની આગામી રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.

 

ઉલ્લેખનીય છેકે લૉકડાઉન 3.0ની સમયમર્યાદા 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવાર બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરશે.

             

 

మరింత సమాచారం తెలుసుకోండి: