કોરોના મહામારીના સંકટના સમયમાં વરસાદને લઇને  આનંદના એક સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસુ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે. આંદામાન- નિકોબાર ટાપુ પર એક સપ્તાહમાં ચોમાસુ પહોચવાની વકી છે. 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોચશે. તો ગુજરાતમાં 10થી 15 જૂનથી વચ્ચે ચોમાસું બેસશે.

                                                      

આગાહી પ્રમાણે 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોંચશે. અને 22મેની આસપાસ નિયમિત ચોમાસુ બેસશે. સારી વાત એ છે કે આ વરસે ચોમાસુ સમયસર છે. પ્રચંડ હીટવેવ અને કમોસમી વરસાદ વચ્ચે એક સપ્તાહમાં આગમન થશે. હવાના લો પ્રેશરથી કયાંક વાવાઝોડાની પણ શકયતા છે. દેશમાં સૌથી પહેલુ ચોમાસુ કેરલમાં 1 જૂન-7 જૂનમાં બેસે છે. ગુજરાતમાં 10થી 15 જૂનથી વચ્ચે ચોમાસું બેસશે. સામાન્ય રીતે રાજયમાં ૧૫ જુનથી વિધિવત ચોમાસુ બેસે છે. ગત વરસે કેરળમાં 8 જૂનથી વિધિવત ચોમાસુ બેસ્યું હતું.

 

રાજયમાં અખાત્રિજના પશ્વિમના પવનથી ચોમાસુ સારુ રહેશે. ચોમાસા પુર્વે પ્રિ મોનસુનની ગતિવિધિ હવે શરુ થઈ જશે.

మరింత సమాచారం తెలుసుకోండి: