કેન્દ્ર સરકારે બુધવારનાં આર્થિક રાહત પેકેજ અંતર્ગત નૉન સેલરી્ડ ઇનકમ પર લાગનારા TDS ચુકવણીમાં 25 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારનાં આની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ ઘટનાથી ટેક્સપેયર્સની પાસે વધારે ફંડ ભેગું થશે.

 

આર્થિક બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું કે, “અમારું માનવું છે કે આનાથી 50,000 કરોડ રૂપિયાની લિક્વિડિટી મળી શકશે. આ છૂટ ના મળવાનાં કારણે સૈલરી્ડ ઇન્કમ પર લાગનારા ટેક્સ દ્વારા તેમને 50,000 કરોડ રૂપિયા આપવા પડતા.” સરકારનાં આ પગલાથી કોન્ટ્રાક્ટ માટે પેમેન્ટ, પ્રોફેશનલ્સ ફીસ, વ્યાજ, ભાડું, ડિવિડન્ટ, કમિશન અને બ્રોકરેજ ઇનકમવાળા લોકોને લાભ મળી શકશે.

 

TDS દરોમાં આ કાપ કાલે એટલે કે 14 મેથી લાગુ કરી દેવામાં આવશે અને આખા નાણાંકીય વર્ષ માટે લાગુ રહેશે. આ ઉપરાંત ટેક્સનાં મોરચા પર સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાવાળાઓને મોટી રાહત આપી છે. 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની અંતિમ તારીખ 31 જુલાઈ 2020 અને 31 ઑક્ટોબર 2020થી વધારીને 30 નવેમ્બર 2020 કરી દેવામાં આવશે.

మరింత సమాచారం తెలుసుకోండి: