કોરોનાના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર વંદે ભારત મિશન ચલાવી રહ્યા છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ તેના માટે કામ કરી રહી છે. આ ફ્લાઈટ હાલમાં અમુક મોટા શહેરોમાં જ લેન્ડ થઈ રહી છે. આ સંજોગોમાં અમુક લોકોને પોતાના રાજ્ય કે શહેર પહોંચવા માટે અન્ય ટ્રાન્સપોર્ટની જરૂર પડે છે.

 

આ લોકો માટે વંદે ભારત મિશન બીજા ફેઝમાં સ્પેશિયલ ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાનું પ્લાન કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વંદે ભારત મિશનનો બીજો ફેધ 16મેથી શરૂ થવાનો છે.

 

માહિતી મુજબ ડોમેસ્ટિક ફ્લાઈટ સીમિત રુટ પર જ શરૂ કરવામાં આવશે. જેવા કે દિલ્હીથી કોલકાતા, મુંબઈ, લખનઉ, જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચિ, અમદાવાદ જેવા શહેરો માટે સુવિધા શરૂ કરવામાં આવી શકે છે. વંદે ભારત મિશનનો બીજો ફેઝ 7 દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે. આ દરમિયાન 31 દેશોથી 149 ફ્લાઈટ્સ આવશે.

 

બીજા ફેસમાં અમેરિકા, યુએઈ, કેનેડા, સાઉદી અરબ, બ્રિટન, મલેશિયા, ઓમાન, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, કતાર, ઈન્ડોનેશિયા, રશિયા, ફિલિપાઈન્સ, ફ્રાન્સ, સિંગાપોર, આયરલેન્ડ, કિર્ગિસ્તાન, કુવૈત, જાપાન, જોર્જિયા, જર્મની, તઝાકિસ્તાન, બહરીન, અર્મેનિયા, થાઈલેન્ડ, ઈટાલી, નેપાળ, બેલારુસ, નાઈજીરિયા, બાંગ્લાદેશ જેવા દેશોમાંથી ફસાયેલ ભારતીય નાગરિકોને પરત લાવવામા આવશે. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: