નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. કાલે ફરી સાંજે 4 વાગે નાણાં મંત્રી બીજી પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ગ્રામીણ અને શહેરી ગરીબોની સાથે કૃષિ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.

 

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારનાં રોજ  રાહત પેકજને લઇને પોતાની બીજી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોટી સંખ્યામાં પોતાના રાજ્ય પરત ફરનારા પ્રવાસી મજૂરોને સરકાર સહાયતા કરશે. પ્રવાસી મજૂરોને મનરેગા અંતર્ગત કામ આપવામાં આવશે. 50 ટકા સુધી રજિસ્ટ્રેશન વધી ગયું છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, કાલ સુધી 1.87 ગ્રામ પંચાયતમાં 2.33 કરોડ લોકોને કામ આપવામાં આવ્યું છે. ગત વર્ષે મેની તુલનામાં આ વખતે 40થી 50 ટકા વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 

આ રીતે ગત વર્ષની તુલનામાં કરવામાં આવે તો મજૂરોનાં રોજિંદા વેતનમાં પણ વધારો થયો છે. ગત વર્ષે 182 રૂપિયા રોજિંદી મજૂરી હતી જે આ વર્ષે વધારીને 202 રૂપિયા થઈ છે. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: