રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 4.0 આવી શકે છે એવી સંભાવના સેવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન 4.0 માં કેટલીક છુટ સાથે લાગુ કરવામાં આવી શકે છે. પીએમ મોદી પણ આ શક્યતાઓ તરફ આડકતરી રિતે ઈશારો કરી ચુક્યા છે. દેશવાસીઓ પણ આગામી લોકડાઉન કેવુ હશે તેને લઈને અલગ અલગ પ્રકારના અંદાજ લગાવી રહ્યાં છે.

 

સંભાવના મુજબ જોકે દેશમાં ક્યાંય પણ શાળા, કોલેજો, મોલ, સિનેમા હોલ ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે પરંતુ કોવિડ-19 કંટેનમેંટ એરિયાને બાદ કરતા હેર સલૂન, નાઈની દુકાનો અને ચશ્માની દુકાનોનોને રેડઝોન વિસ્તારોમાં પણ ખોલવાની મંજુરી આપવામાં આવી શકે છે. સાથે જ ઈ-કોમર્સ કંપનીઓને પણ કંટોન્મેન્ટ એરિયાનેબાદ કરતા દરેક ઠેકાણે માલ-સામાનની ડિલિવરી કરવાની મંજુરી આપવામાં આવી શકે છે.

 

કેન્દ્ર સરકારમાં બંધ દરમિયાન આપવામાં આવનારી છૂટને લઈને જાણકારી ધરાવતા એક અધિકારીએ કહ્યું હતું કે, લોકડાઉન 4માં પહેલા તબક્કાની સરખામણીમાં લોકોને વધારે છુટછાટ મળી શકે છે અને ગ્રીન ઝોનને સંપૂર્ણ ખોલી દેવામાં આવશે. જ્યારે ઓરેંજ ઝોનમાં ખુબ જ મર્યાદિત પ્રતિબંધો રહેશે. તો રેડઝોનના કંટેનમેંટ એરિયાઝમાં જ આકરા પ્રતિબંધો રહેશે. જોકે અંતિમ દિશાનિર્દેશ રાજ્ય સરકારો દ્વારા મળેલા સૂચનોનું અધ્યયન કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેરાત કરવામાં આવશે. 

మరింత సమాచారం తెలుసుకోండి: