કુદરત જાણે કોપાયમાન હોય તેમ એક પછી એક આફ્તો મોકલ્યા જ કરે છે. ચોમાસાની વાત કરીએ તો આંદામાન સાગર ઉપર ચોમાસું પહોંચી અને ત્યારપછી કેરળ કાંઠે જૂન માસમાં પહોંચતું હોય છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ જોતા તા.૨૦ મે સુધીમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે.

 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તા.૧૭ મેએ દક્ષિણ પૂર્વ ઉપસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં સખ્ત ગરમી પડતા આ ભાગો પણ તપી ઉઠે અને ચોમાસાની ગતિવિધિ પોષક બને. હાલમાં તા.૨૦ મે સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં આંધી, વંટોળનું પ્રમાણ વધે, ધૂળભરી આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહે.

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ .૧૬ મે આંદામાન-નિકોબાર ટાપુના ઘણા ભાગો, ઓરિસ્સા, કેરળ તેમજ લક્ષદીપના કેટલાક સ્થળોએ ઝાપટા, હિમાલિયન રિજીયન, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કશ્મીરના કેટલાક ભાગો, આસામ, મેઘાલય, પૂર્વીય ઉત્તર પ્રદેશ, તમિલનાડુના દૂરના પ્રદેશમાં વરસાદી ઝાપટા પડવાની શકયતા છે.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: