દુનિયામાં અજીબો ગરીબ કિસ્સાઓ રોજ બનતા રહે છે. આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક 22 વર્ષની માતાને 17 વર્ષના છોકરા સાથે શારિરીક સંબંધોના આરોપમાં પોક્સો એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

 

મહિલા પોતાના બચાવમાં દાવો કરી રહી છે કે ગત વર્ષ અમારા બન્નેના લગ્ન થઇ ચૂક્યા છે અને બન્નેની વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બન્યા હતા. મહિલાને તેનાથી એક પાંચ મહિનાની એક બાળકી પણ છે, જેણે કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી છે. કોર્ટે શરૂઆતમાં 22 વર્ષીય મહિલાને પોતાની પુત્રીને ભાયખલા જેલમાં સાથે રાખવાની અનુમતિ આપી હતી. 

 

પોલીસે છોકરાની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે, જેમણે મહિલા પર પોતાના પુત્રને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, બન્નેના લગ્ન 8 નવેમ્બર 2017ના રોજ થયા હતા.

                                                   

છોકરાના માતા પિતાએ તેમણે વધુમાં કહ્યું કે, તેમનો પુત્ર અને મહિલા બે વર્ષથી સંપર્કમાં હતા અને ત્યારથી તેમના પુત્રનો વ્યવહારમાં ફેરફાર નોંધાયો હતો. છોકરાની માતાએ આરોપ લગાવ્યો કે તેમના પુત્રએ તેમને અને તેમના પતિને જણાવ્યું હતું કે, આરોપી મહિલા આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: