સમગ્ર દેશમાં બાળકો સાથે વધતી દુષ્કર્મની ઘટનાઓ સામે સજાગ બનેલી સુપ્રીમ કોર્ટે એક પીઆઇએલ સામેની કાર્યવાહીમાં સીનિયર વકીલ વી. ગીરીને ક્યૂરી નિયુક્ત કર્યા છે. કોર્ટે આ અંગેની તમામ વિગતો તેમને આપી આદેશ કર્યો છે કે તેઓ આ અંગે અધ્યન કરે અને સોમવાર સુધીમાં તેમનું મંતવ્ય આપે કે આ પરિસ્થિતિમાં કોર્ટ કેવા પ્રકારના આદેશ આપી શકે છે.


આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે મીડિયામાં અવારનવાર બાળકો સાથે બળાત્કારના સમાચાર પ્રકાશિત થતા જોઇને સુપ્રીમ કોર્ટે 1લી જાન્યુઆરીથી આ તમામ પ્રકારના કિસ્સામાં થયેલી એફઆઇઆર અને થયેલી કાર્યવાહી અંગેના આંકડા તૈયાર કરવા આદેશ આપ્યા હતાં. આ કાર્યવાહીમાં સામે આવ્યું છે કે 30 જૂન સુધીમાં દેશમાં બાળકો સામેના બળાત્કારના 24 હજાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે 3457 કેસ ઉત્તરપ્રદેશમાં જ્યારે સૌથી આછા 9 કેસ નાગાલેન્ડમાં નોંધાયા છે. સીજેઆઇએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે યૂપી આ પ્રકારના કિસ્સાઓમાં તો આગળ છે જ પરંતુ સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતા પણ સૌથી વધારે જોવા મળી છે. ગોગોઇએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પ્રકારના કિસ્સામાં પોલીસની બેદરકારી એટલી બધી વધારે છે કે 50% એટલે કે 1779 કિસ્સાઓમાં તો તપાસ જ નથી થઇ શકી.


દુષ્કર્મની આ યાદીમાં 2389 આંકડાઓ સાથે બીજા નંબરે મધ્યપ્રદેશ છે જેમાંથી 1841 કેસમાં તપાસ થઇને ચાર્જશીટ દાખલ થઇ ચુકી છે અને પ્રદેશની નીચલી કોર્ટે 247 મામલાઓમાં ટ્રાઇલ પર પૂર્ણ કરી દીધા છે.


మరింత సమాచారం తెలుసుకోండి: