આ 27મી જુલાઇને સમગ્ર દેશ કારગીલ દિવસ તરીકે ઉજવશે ત્યારે આ વખતે રેલવેએ પણ આ દિવસની ખાસ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આ દિવસે પોતાના 700થી વધારે કોચ પર શહીદોને યોદ કરીને વિનાઇલ પોસ્ટર લગાવશે અને આ પોસ્ટર લગાવવાની શરૂઆત સોમવારથી કરવામાં આવશે. 


રેલવેના સુત્રો પાસેથી મળતી અનુસાર આ પોસ્ટર અભિયાનની શરૂઆત કાશી વિશ્વનાથ ટ્રેનથી કરવામાં આવશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અત્યારે 700 ડબ્બાની પસંદગી કરવામાં આવી છે જેના દરવાજા પાસે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ પોસ્ટર સેના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપનાર કારગિલ શહીદોને યાદ કરીને આ પોસ્ટરને ટ્રેનના કોચ પર લગાવવામાં આવશે. આ પોસ્ટર્સ ખાસ કરીને વિનાઇલ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે જેના કારણે જ્યારે પણ તેને કાઢવામાં આવશે ત્યારે તે કોચનો કલર ખરાબ ન થાય છે. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: