લોકસભામાં ગુરુવારે લાંબી બહેસ બાદ ત્રણ તલાક બિલને મંજૂરી આપવામાં આવી. આ બિલના સંશોધનમાં બાદ વિપક્ષના સાંસદના પ્રસ્તાવ પાસ થઇ ગયો. સંસદમાં 303 સદસ્યોએ આ બિલના સમર્થનમાં વોટ આપ્યા જ્યારે 82 વિરોધમાં વોટ આપ્યા છે. સંશોધન અને બિલ પર સંશોધન દરમ્યાન કોંગ્રેસ, ટીએમસી અને જેડીયૂના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. હવે સરકાર પૂરતો પ્રયત્ન કરશે કે હવે આ બિલ રાજ્યસભામાં પસાર થઇ જાય. આથી આ સત્રને 7 ઓગસ્ટ સુધી ચાલશે.

મહત્વનું છે કે શાયરાબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2017માં ત્રણ તલાકને અસંવેધાનિક ગણાવ્યું હતું. તે સમયે પોતાના પહેલા કાર્યકાળ મોદી સરકારે લોકસભામાં આ બિલ પાસ કરાવ્યું હતું પણ રાજ્યસભાએ તેને મંજૂરી આપી ન હતી. બાદમાં સરકારે તીન તલાક અંગે અધ્યાદેશ જાહેર કર્યો હતો. 


మరింత సమాచారం తెలుసుకోండి: