ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા માંગવા પણ જતી હતી. આ દૃશ્ય જોઈને સનીને ખુબ ખોટું લાગ્યું હતું.


સની હિન્દુસ્તાનીને 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું. તેમજ ભૂષણ કુમારે તેને ટી-સિરીઝમાં આગળની ફિલ્મમાં ગાવા માટે કોન્ટ્રાક્ટ પણ આપ્યો. સાથે જ એક ટાટાની નવી કાર એલ્ટ્રોજ મળી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન આઈડલ 11નો ફિનાલે સરસ રીતે ખત્મ થયો હતો. સંગીતના આ મહાસંગ્રામમાં મહારથીઓની વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. તેમજ આ વખતે સપોર્ટ કરવા માટે સ્પર્ધકોના માતા-પિતા પણ શોમાં હાજર રહ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, સની પછી પ્રથમ અને બીજા રનરઅપને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પહેલા રનરઅપ તરીકે રોહિત રાઉત અને બીજા નંબરે ઓંકાના મુખર્જીએ બાજી મારી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં દરેક સ્પર્ધકે એકદમ જોશ સાથે પરફોર્મ કર્યું હતું. ઈન્ડિયન આઈડલના પાંચ ટોપ કંટેસ્ટેંટની વાત કરીએ તો, ભટિંડાના સન્ન હિન્દુસ્તાની, લાતૂરના રોહિત રાઉત, અમૃતસરના રિધમ કલ્યાણ, કલકત્તાના અદ્રિજ ઘોષ અને ઓંકના મુખર્જીએ જગ્યા બનાવી હતી. સિંગર નેહા કક્કરે હાલમાં જ ‘ઈન્ડિયન આઈડલ 11’માં સ્પર્ધકની વાત સાંભળ્યા બાદ તેને 2 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ‘ઈન્ડિયન આઈડલ 11’નો સ્પર્ધક સની હિંદુસ્તાની બીમાર હોવાથી તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: