પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ દેશને સંબોધિત કર્યો હતો અને કંઈ રીતે આ મહામારી સામે લડવું એની વાત કરી હતી. આ વખતે લોકડાઉનમાં દેશને આત્મનિર્ભર કઈ રીતે બનાવાવો એના પર જ વાત કરવામાં આવી હતી. લોકોને મોદીએ કહ્યું હતું કે, સ્વદેશી વસ્તુઓને વધારે ખરીદો અને એ ઉદ્યોગને મહત્વ આપો. હવે આ ટોપિક પર બોલિવૂડ ફિલ્મ બનવા જઈ રહી છે.

 

કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મનું નામ વાહ જિંદગી હશે. તેમજ સ્ટાર કાસ્ટ તરીકે સંજય મિશ્રા અને વિજય રાજ જેવા કલાકારનું નામ લેવામાં આવી રહ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ એક એવા માણસ પર આધારિત હશે કે જે પોતાની સ્વદેશી વસ્તુ વેચવા માટે વિદેશી સામાન સાથે સામનો કરી રહ્યો હોય.

 

ફિલ્મની વાર્તા મુખ્ય રૂપથી જોવા જઈએ તો મેક ઈન ઈન્ડિયા પર આધારિત અને એને સપોર્ટ કરનારી હશે. વાહ જિંદગીનું ડાયરેક્શન દિનેશ સિંહ કરવાના છે. અશોક ચોધરી આ ફિલ્મનો પ્રોડ્યુસર છે. બધાને આશા છે કે આ ફિલ્મ જલ્દી જ રીલિઝ થાય.

మరింత సమాచారం తెలుసుకోండి: