જામિયામાં સીએએની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબારની ઘટનાને લઇને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આ પ્રકારની ઘટનાને સહન નહીં કરવામાં આવે. તેમણે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે અને તેમને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જામિયામાં નાબાલિક યુવક તરફથી ગોળી ચલાવવામાં આવ્યા બાદ આ મુદ્દાએ જોર પકડ્યું છે. આપ અને કૉંગ્રેસે બીજેપી તેમજ અમિત શાહ પર પ્રશ્નો ઉઠાવ્યા છે, તો જામિયામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જોડાયા છે.

ગૃહમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, ‘આજે દિલ્હીમાં જે ગોળી ચલાવવાની ઘટના બની છે તેના પર મે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે અને તેને કઠોરથી કઠોરથી કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારની કોઈપણ ઘટનાને સહન કરી લેવામાં નહીં આવે. આના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે અને દોષીને બખ્શવામાં નહીં આવે.’

જામિયામાં ગોળીબારને લઇને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. બીજેપીનાં નેતાઓ પર ભડકાઊ ભાષણનો આરોપ લગાવતા વિરોધી પાર્ટીઓએ કહ્યું છે કે બીજેપી માહોલ ખરાબ કરી રહી છે. આપ નેતા સંજય સિંહે કહ્યું કે, બીજેપી દિલ્હીમાં ચૂંટણી ટાળવા ઇચ્છે છે.


નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરનાં વિરોધમાં ગુરૂવારનાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીથી રાજઘાટથી માર્ચ દરમિયાન એક નાબાલિકે ફાયરિંગ કરી. જામિયા વિસ્તારની પાસે ચલાવવામાં આવેલી ગોળીમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો. હુમલાખોર નાબાલિક છે. તો ઘાયલ વિદ્યાર્થીની ઓળખ શાદાબ તરીકે થઈ છે. તે જામિયા મિલિયા યૂનિવર્સિટીમાં માસ કૉમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે. ઘટના ગુરૂવાર બપોરની

మరింత సమాచారం తెలుసుకోండి: