ઉત્તર પ્રદેશના વારાણસીમાં રિક્ષા ચાલક મંગલ કેવટે પોતાની દિકરીના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું હતું. જોકે વડાપ્રધાન આ લગ્નમાં હાજર રહી શક્યા નહોતા. પરંતુ ગઈ કાલે રવિવારે જ્યારે વડાપ્રધાન મોદી વારાણસી પહોંચ્યા તો તેમણે મંગલ કેવટને બોલાવીને તેમની સાથે અલગથી મુલાકાત કરી હતી. મંગલ કેવટ કેમ તેમની દિકરી અને જમાઈને સાથે ના લાવ્યા તેનું કારણ પણ પીએમ મોદીએ પુછ્યું હતું.

 

મંગલ કેવટ વડાપ્રધાન મોદીએ દત્તક લીધેલા ડૉમરી ગામનો રહેવાસી છે. તેની દિવસની શરૂઆત જ ગંગા ઘાટોની સફાઈ કરવા સાથે થાય છે. મંગલે જાતે જ દિલ્હી સ્થિત વડાપ્રધાન ઓફિસ જઇને પોતાની દિકરી સાક્ષીના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાને પત્ર લખીને વર-વધુને આમંત્રણ પાઠવ્યા હતાં. એક રિક્ષા ચાલકને વડાપ્રધાને અભિનંદન સંદેશ મોકલતા આખી ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો.


પીએમ મોદી ગઈ કાલે રવિવારે વારાણસી પહોંચ્યા હતાં. આ દરમિયાન અતિ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેઓ મંગળ કેવટને મળવાનું ભુલ્યા નહીં. અધિકારીઓ દ્વારા સંદેશ પાઠવીને મોદીએ મંગલ કેવટને બડા લાલપુર સ્થિત હસ્તકલા સંકુલ બોલાવ્યા હતાં. ત્યાં વડાપ્રધાને હાથ જોડીને મંગલ કેવટનું અભિવાદન કર્યું હતું. 4 થી 5 મીનીટની વાતચીતમાં વડાપ્રધાને હાલચાલ જાણ્યા હતા. 

 

ઉલ્લેખનીય છે કે, મંગલ કેવટ એ ગણતરીના પાંચ લોકોમાંના એક છે, જેમણે વડાપ્રધાને ગત વર્ષે જુલાઈમાં વારાણસીમાં સભ્યતા અભિયાનના સુભારંભ પર મંચ પર બોલાવીને ભાજપનું સભ્યપદ ગ્રહણ કરાવ્યું હતું. મંગલ કેવટે મંચ પર વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતાં.

మరింత సమాచారం తెలుసుకోండి: